બોલીવુડની 10 અભિનેત્રીઓની હજુ પણ સુહાગરાત નથી થઇ, 3 નંબર વાળી તો બધાની ફેવરિટ છે, જુઓ લિસ્ટ
બોલિવુડ અભિનેત્રીઓના તો લાખો ચાહકો હોય છે પરંતુ તે ખાસ હોય છે કે જેમને તેઓ પસંદ કરે, પ્રેમ કરે. કેટલાક લોકો ચર્ચામાં ત્યારે આવ્યા જયારે કોઇ મશહૂર અભિનેત્રીઓના પતિ બન્યા. કોઇએ તેમના કો-સ્ટાર કે પછી કોઇ બીજી ફિલ્મોથી જોડાયેલ હસ્તિઓને તેમના જીવનસાથી બનાવ્યા. આ ઉપરાંત પણ કેટલીક એવી અભિનેત્રી છે જેઓ મશહૂર હોવા છત્તાં આજે પણ કુંવારી છે.
1.સુસ્મિતા સેન
મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુસ્મિતા સેનની ખૂસુરતીના લાખો લોકો દીવાના છે. પરંતુ સુસ્મિતા સેને હજી સુધી લગ્ન કર્યા નથી. તેઓ તેમનાથી લગભગ 15 વર્ષ નાના રોહમન શોલને ડેટ કરી રહ્યા છે.
સુસ્મિતાએ તેમના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં “બીવી નંબર વન” “મેં હું ના” અને “કયેંકિ મેં જૂઠ નહિ બોલતા” જેવી અનેક ફિલ્મો સામેલ છે. તમને જણાવી દઇએ કે, સુસ્મિતાએ 2 દીકરીઓને દત્તક લીધી છે.
2.તબ્બુ
ફિલ્મ “વિજયપથ”થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી તબ્બુએ આજ સુધી લગ્ન કર્યા નથી. તે 47 વર્ષથી પણ વધુ ઉંમરની છે. લોકોએ તબ્બુનું નામ નાગાર્જુનથી લઇને સાજિદ નડિયાદવાલા સુધી જોડ્યુ. પરંતુ હકિકત સામે આવી નહિ.
3.અમીશા પટેલ
સુપરહિટ ફિલ્મ “કહો ના પ્યાર હે” અને “ગદર” જેવી કામયાબ ફિલ્મોનો ભાગ રહેલી અમિશા પટેલ લાંબા સમય સુધી ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે રિલેશનમાં રહી હતી પરંતુ તે બાદ તેઓ બંને અલગ થઇ ગયા અને અમીશાએ હજી સુધી લગ્ન કર્યા નથી.
4.નગમા
વર્ષ 1990માં ફિલ્મ “બાગી”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી નગમાએ પણ હજી સુધી લગ્ન કર્યા નથી. તે બોલિવુડ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
5.આશા પારેખ
આશા પારેખ તેમના જમાનાના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક હતા. તેમણે લગભગ બધા જ મોટા મોટા હિરો સાથે કામ કર્યુ છે. તેઓ એ વ્યક્તિના પ્રેમમાં હતા જેમણે તેમના કરિયરની ટર્નિંગ પોઇન્ટ ફિલ્મ “દિલ દે કે દેખો” આપી શમ્મી કપૂર સાથે… આ ફિલ્મના ડાયરેક્ટર નાસિર હુસૈન હતા.
આશા પારેખની ફિલ્મ સુપરહિટ થતા જ નાસિર હુસૈને તેમને એક બાદ એક 6 ફિલ્મોમાં સાઇન કરી લીધા અને કદાચ બધી જ સુપરહિટ રહી હતી. આશા સતત જણાવતા રહ્યા હતા કે તેમનો કોઇ બોયફ્રેન્ડ છે, પરંતુ કયારેય તેમણે નામનો ખુલાસો કર્યો ન હતો. નાસિર હુસૈન સાથે તેમના સંબંધોને લઇને ઘણી અફવાઓ હતી તેમણે હુસૈનના મોત બાદ તેમની બાયોગ્રાફીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
6.પરવીન બોબી
પરવીન બોબીનું અફેર ત્રણ લોકો સાથે રહ્યુ, ડેની, મહેશ ભટ્ટ અને કબીર બેદી… મહેશ ભટ્ટે તેમના સંબંધ પર બે ફિલ્મો બનાવી દીધી. “અર્થ” અને “વો લમ્હે”. પરંતુ પરવીન બોબીએ તેમના સાથે લગ્ન કર્યા નહિ.
ઘણા વર્ષો સુધી ગાયબ રહ્યા બાદ અચાનક જ તેઓ ભારત આવ્યા અને અમિતાભ બચ્ચન પર કેટલાક આરોપ લગાવી દીધા. તે માનસિક રૂપથી પરેશાન હોવાને કારણે એક દિવસે તેમના ફ્લેટ પર તેમની લાશ મળી.
7.નંદા
નંદાને તેમના સમયની સૌથી ખૂબસુરત અભિનેત્રીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેમની સગાઇ ફિલ્મ નિર્દેશક મનમોહન દેસાઇ સાથે થઇ હતી પરંતુ લગ્ન પહેલા જ તેમનુ એક્સીડેંટમાં નિધન થઇ ગયુ અને તેઓએ આ દુનિયાને લગ્ન કર્યા પહેલા જ અલવિદા કહી દીધી.
8.સુરૈયા
સુરૈયાએ દેવાનંદ સાથે પ્રેમ કર્યો હતો પરંતુ માતાના દબાવને કારણે તેઓ તેમના સાથે લગ્ન ન કરી શક્યા અને તેમણે લગ્ન કર્યા વગર જ તેમનુ જીવન જીવ્યું.
9.સુલક્ષણા પંડિત
સુલક્ષણા પંડિતે તેમના સમયે ઘણા મોટા મોટા હિરો સાથેે કામ કર્યુ છે. પરંતુ તેમણે કોઇ સાથે લગ્ન કર્યા નહિ અને પૂરુ જીવન લગ્ન કર્યા વિના જ વિતાવ્યુ. તેઓ અભિનેતા સંજીવ કુમારને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ સંજીવ કુમારે તેમનું પ્રપોઝલ ઠુકરાવી દીધુ અને તેનાથી સુલક્ષણા ઘણા તૂટી ગયા હતા.
10.અનુ અગ્રવાલ
વર્ષ 1990માં જો કોઇ છેકરીના પાછળ લાખો-કરોડો લોકો દીવાના હતા તો તે હતી અનુ અગ્રવાલ આશિકી ગર્લ… તેની એક બીજી ચર્ચિત ફિલ્મ આવી જે હતી “ખલનાયિકા”. પરંતુ 1996માં “રિટર્ન ઓફ જ્વૈલથીક” બાદ તે ગાયબ થઇ ગઇ. વર્ષો બાદ ખબર પડી કે તેમનો 1999માં એક એક્સીડન્ટ થયો હતો અને 29 દિવસ કોમામાં રહેવાને કારણે તેઓ પાછળનું બધુ જ ભૂલી ગયા હતા. તેઓ આજકાલ બેંગલોરમાં રહે થછેે. તેઓએ આજ સુધી લગ્ન કર્યા નથી.