આ અભિનેત્રીઓ થઇ 16-17 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ, જાણો એ અભિનેત્રીઓ વિશે…

કોઇ 15 તો કોઇ 16ની ઉંમરમાં થઇ પ્રેગ્નેટ, પુખ્ત વયની થયા પહેલા જ મા બની ગઇ હતી અભિનેત્રીઓ

માતા બનવુ એ કોઇ પણ સ્ત્રી માટે સૌથી સુખદ અહેસાસ માનવામાં આવે છે. કેટલીક અભિનેત્રીઓ માતા બનવાના આ અહેસાસને ચાહકો સાથે શેર પણ કરે. કેટલીક અભિનેત્રીઓ એવી રહી જેણે થોડા સમય બાદ માતા બનવાનો નિર્ણય કર્યો. તો કેટલીક અભિનેત્રીઓ પુખ્ત વયની થયા પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ.

બોલિવુડમાં આજકાલ અભિનેત્રીઓ 30 વર્ષ બાદ લગ્ન કરી રહી છે. બોલિવુડમાં તો ઘણી એવી અભિનેત્રીઓ છે જે જલ્દી લગ્ન કરીને પરિવાર સાથે સમય વીતાવી રહી છે. પરંતુ આજે ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ લગ્નના ઘણા સમય બાદ માતા બને છે, પરંતુ આ પહેલા ઘણી એવી અભિનેત્રીઓ રહી ચૂકી છે કે જેઓએ જલ્દી લગ્ન કરીને પુખ્ત વય પહેલા જ બાળકને જન્મ આપ્યો હોય. તો ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે…

1.ડિંપલ કાપડિયા
ડિંપલ કાપડિયાએ બોલિવુડમાં લગભગ 16 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યુ હતુ. તેમની પહેલી ફિલ્મ “બોબી” બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. તે સમયે તેમને સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો.

ડિંપલ અને રાજેશ ખન્નાએ જલ્દી લગ્ન કરી લીધા હતા અને લગભગ 17 વર્ષની ઉંમરમાં તેમણે ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો હતો.

2.ભાગ્યશ્રી
પહેલી જ ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી મશહૂર થઇ જનાર અભિનેત્રી ભાગ્યશ્રીએ ઘણી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. એવું કહેવામાં આવે છે કે, જયારે ભાગ્યશ્રી “મેંને પ્યાર કિયા”નું શુટિંગ કરી રહી હતી ત્યારે તેણે બોયફ્રેન્ડ હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા.

ભાગ્યશ્રી ખૂબ જ ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક હતી. તે લગભગ 17 વર્ષની ઉંમરમાં જ માતા બની ગઇ હતી. ભાગ્યશ્રીએ 1990માં હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. 17 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીએ પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને તેને 2 બાળકો છે.

3.ઉર્વશી ઢોલકિયા
એકતા કપૂરના શો “કસોટી ઝિંદગી કી”માં કોમલિકાનું પાત્ર નિભાવનાર અને ઘર-ઘરમાં લોકપ્રિય થનાર અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા ઘણી નાની ઉંમરમાં પ્રેગ્નેટ થઇ ગઇ હતી.

માત્ર 15 વર્ષની ઉંમરમાં તેના લગ્ન થઇ ગયા હતા અને 16 વર્ષની ઉંમરમાં તેણે જુડવા બાળકો સાગર અને ક્ષિતિજને જન્મ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, લગ્નના 1.5 વર્ષ બાદ તે પતિથી અલગ થઇ ગઇ હતી. જે બાદ તેણે સિંગલ માતા બનીને બંને બાળકોની દેખરેખ રાખી.

Shah Jina