સાઉથની આ અભિનેત્રી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ ! પતિનું થયુ નિધન, લાંબા સમયથી બીમારીને કારણે ચાલી રહી હતી સારવાર

સાઉથના આ મોટી હસ્તીનું નિધન થતા જ લાખો ફેન્સ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, મૃત્યુનું કારણ છે ચોંકાવનારું

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, વેટરન એક્ટ્રેસ મીનાના પતિ વિદ્યાસાગરનું નિધન થઇ ગયુ છે. તેમણે ચેન્નાઇની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સોમવારના રોજ છેલ્લા શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યુ હતુ કે તેમના ફેફસામાં ઇન્ફેક્શન હતુ અને છેલ્લા કેટલાક મહીનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પૂરા પરિવારને કોરોના થઇ ગયો હતો. જો કે, પરિવાર સાથે જ વિદ્યાસાગરે પણ કોરોનાને માત આપી હતી. પંરતુ તે બાદ પણ તેમની હાલત બગડી રહી હતી.

રીપોર્ટ્સનું માનીએ તો, કેટલાક સપ્તાહ પહેલા જ ડોક્ટરોએ વિદ્યાસાગરના ફેફસાને ટ્રાન્સપ્લાંટ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ડોનર ન મળવાને કારણે તેમાં પરેશાની આવી રહી હતી. કારણ કે તે બ્રેઇનડેડના દર્દીઓથી સંભવ હતુ. ત્યાં સુધી ડોક્ટરોએ દવાઓથી સારવાર કરી સ્થિતિ કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી. જો કે, તે બચી શક્યા નહિ.મીનાના પતિ વિદ્યાસાગરના અવસાનથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાસાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સામે આવી રહેલી માહિતી મુજબ તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 29 જૂને કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મીનાએ 2009માં બેંગ્લોરના બિઝનેસમેન વિદ્યાસાગર સાથે લગ્ન કર્યા હતા. કપલને નૈનિકા નામની પુત્રી પણ છે. મીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. બાદમાં તેણે લીડ એક્ટ્રેસ તરીકે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. 90ના દાયકાથી 2000ના દાયકા સુધી તે ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી.

તેણે સાઉથના લગભગ દરેક મોટા સ્ટાર સાથે સ્ક્રીન શેર કરી છે. બાદમાં તેણે તેની ઉંમર પ્રમાણે ફિલ્મોમાં ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. તે તાજેતરમાં ફિલ્મ દ્રષ્ટિમ 1 અને 2 માં જોવા મળી હતી. તે છેલ્લે તેલુગુ ફિલ્મ સન ઓફ ઈન્ડિયામાં જોવા મળી હતી. મીનાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી કમાણી કરી અને તે હજુ પણ એક્ટિવ છે. ત્યાં મીનાની પુત્રી પણ તેની માતાના પગલે ચાલી રહી છે. નૈનિકાએ પણ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. નૈનિકાએ થલાપતિ વિજયની ફિલ્મ થેરીમાં તેમની પુત્રીની ભૂમિકા ભજવી હતી.

Shah Jina