બોલીવુડના ખ્યાતનામ વિલનના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં મચી ગઈ ખલબલી, લોકોએ ફોન કરીને પૂછ્યું “તબિયત બરાબર છે ને ?” અભિનેતાને આવ્યો ગુસ્સો અને પછી કહ્યું…

છેલ્લા થોડા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી બધી દુઃખદ ખબરો સામે આવી ગઈ છે, આ સાથે જ ઘણીવાર કોઈ અભિનેતાના નિધનની અફવાઓ પણ ઊડતી હોય છે, અને તેના બાદ અભિનેતાએ ખુદ સામે આવીને મીડિયા અને સોશિયલ મીડિયાને જણાવવું પડે છે કે તે હેમખેમ છે. હાલ એવી જ એક અફવાએ ચાહકોના હોશ ઉડાવી દીધા હતા. બોલીવુડના પીઢ અભિનેતા પ્રેમ ચોપડાના નિધનની અફવા ઉડી હતી, જેના બાદ અભિનેતાએ સ્પષ્ટતા કરવા સામે આવવું પડ્યું.

બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા પ્રેમ ચોપડા બુધવારે અચાનક જ ચર્ચામાં આવી ગયા. તેમના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે અભિનેતાએ પોતે બહાર આવીને તેનો ઈન્કાર કરવો પડ્યો. આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેતાના મૃત્યુની અફવા ઉડી હોય. આ પહેલા પણ ઘણા કલાકારોના મોતના સમાચાર વાયરલ થયા છે.

આ ફેક ન્યૂઝ ફેલાયા બાદ પ્રેમ ચોપડાએ પોતે સામે આવીને ખુલાસો કરવો પડ્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પ્રેમ ચોપડાએ કહ્યું, “જો તે દુઃખી નથી તો તે શું છે, કોઈ મારા નિધનના સમાચાર ખોટી રીતે ફેલાવીને ખુશ છે. હું ઠીક અને સ્વસ્થ છું. મારા સ્વાસ્થ્ય વિશે જાણવા માટે સવારથી ફોન આવી રહ્યા છે.”

વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે સવારથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોના ફોન તેમની પાસે આવ્યા છે. અભિનેતાએ કહ્યું કે અત્યાર સુધી રાકેશ રોશન, ટ્રેડ એનાલિસ્ટ અમોદ મેહરા સહિત ઘણા લોકોએ મારી તબિયત જાણવા માટે મને ફોન કર્યો છે. આ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ચાર મહિના પહેલા જીતેન્દ્ર સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું. આવી અફવાઓ વહેલી તકે બંધ થવી જોઈએ.

પ્રેમ ચોપડા અને તેમની પત્ની આ વર્ષે જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, સારવાર બાદ બંનેએ આ ખતરનાક વાયરસને માત આપી હતી. હાલમાં અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રેમ ચોપડાએ ઘણી જૂની ફિલ્મોમાં વિલન તરીકે કામ કર્યું છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 380થી વધુ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે.

Kashyap Kumbhani