રોડ પર આગળ જઈ રહેલી સુપર કારનો વીડિયો બનાવવા જતા હતા સ્કૂટી પર બેઠેલા છોકરાઓ, અચાનક થયું એવું કે જીવ આવ્યો જોખમમાં, જુઓ વીડિયો

સુપરકારની પાછળ સ્કૂટર લઈને બનાવી રહ્યા હતા વીડિયો, અચાનક બગડ્યું બેલેન્સ અને એ કાર સાથે જ અથડાઈ ગયા, પાછળથી આવતા બાઈક સવાર પણ ભટકાયા, જુઓ વીડિયો

Accident while making a supercar video : રસ્તા પર  જયારે કોઈ લક્ઝુરિયસ કાર જતી હોય ત્યારે કોઈની પણ આંખો અટકી જાય અને તેમાં પણ જો કોઈ સુપર કાર હોય તો લોકો બધા કામ મૂકીને પહેલા એ કારને જોતા હોય છે, આજે જમાનો પણ મોબાઈલનો છે અને દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે ત્યારે લોકો આવી ઘટનાઓને કેમેરામાં કેદ કરવાનું પણ વધારે પસંદ કરતા હોય છે,  પરંતુ હાલ સામે આવેલા એક વીડિયોની અંદર કંઈક એવો નજારો જોવા મળ્યો જેને મુસીબત સામે ચાલીને જ વહોરી લીધી.

સુપરકારનો બનાવતા હતા વીડિયો :

રસ્તા પર દોડી રહેલી સુપરકારનો વીડિયો લેવો કેટલાક છોકરાઓને ભારે પડ્યો અને અકસ્માતનો શિકાર બની ગયા. થર્ડ આઈ નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે. જ્યાં એક મેકલેરેન સુપર કાર રોડ પર દોડતી જોવા મળી હતી.આ સુપરકારને જોઈને કેટલાક બાઈકર્સ એટલા ક્રેઝી થઈ ગયા હતા કે તેઓ ડ્રાઈવિંગ દરમિયાન તે કારનો વીડિયો બનાવવા લાગ્યા હતા.

અકસ્માતનો બન્યા શિકાર :

વીડિયો બનાવતી વખતે તેણે ટુ વ્હીલર પરનું બેલેન્સ ગુમાવ્યું હતું. પરિણામ એ આવ્યું કે તે એ જ કાર સાથે અથડાઈને નીચે પડી ગયો જેમાં તે વીડિયો બનાવવામાં મગ્ન હતો. કાર એક ક્ષણમાં આગળ દોડી. પરંતુ બાઇક સવારો ત્યાં જ પડ્યા રહ્યા હતા. આટલું જ નહીં, તેના કારણે પાછળથી આવતા અન્ય કેટલાક બાઇકસવારો પડી ગયા અથવા પડતા બચી ગયા. આ વિડિયો શેર થતાની સાથે જ તેને થોડા જ સમયમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

વીડિયો જોઈએ ગુસ્સે ભરાયા યુઝર્સ :

આ વીડિયો જોઈને યૂઝર્સ ક્યારેક વીડિયો બનાવનારાઓ પર, ક્યારેક કાર માલિક પર તો ક્યારેક ટ્રાફિક પોલીસ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે રસ્તા પર આવો વીડિયો બનાવવો ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ. આવા લોકો પોતાની સાથે બીજાને પણ જોખમમાં મૂકે છે. હાઈ એન્ડ વ્હીકલ લઈને નીકળેલા વ્યક્તિ પર યુઝર્સ ગુસ્સે થઈ ગયા.એકે લખ્યું કે આ પ્રકારનો શો ઓફ બંધ થવો જોઈએ. કેટલાક યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી કે આવા સમયે ટ્રાફિક પોલીસે સતર્ક રહેવું જોઈએ.

Niraj Patel