લાંચ લેવી અને લાંચ આપવી ગુનો માનવામાં આવે છે, છતાં પણ આજના સમયમાં લાંચરૃશ્વતના ઘણા કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે. એવો જ એક કિસ્સો રાજસ્થાનના સિરોહી વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં લાંચખોરીમા પકડાઈ જવાના ડરથી લાંચખોર દ્વારા 20 લાખ રુપિયા ગેસ પર સળગાવી દેવામાં આવ્યા હતા.

એન્ટી એક્શન બ્યુરો ટિમ(ACB)ની ટિમએ બુધવારની સાંજે ઇન્સ્પેકટર પરબત સિંહને એક લાખ રૂપિયાની લાંચ આપતા ટ્રેક કરી લીધો હતો અને પૂછતાછમાં તેમણે જણાવ્યું કે તેમણે આ રકમ કલ્પેશ જૈન માટે લીધી છે.

આ બાબતની જાણ થતા જ ટિમ કલ્પેશના ઘરે પહોંચી ગઈ હતી અને છાપામારી કરી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું કે ઇન્સ્પેકટર પરબત સિંહ પકડાઈ જવાના ડરથી સબૂત મિટાવવા માંગતો હતો.

ટિમ જયારે કલ્પેશના ઘરે પહોંચી તો તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધો અને પકડાઈ જવાના ડરથી તેણે એક પછી એક પૈસાની થપ્પીઓ ગેસ પર સળગાવી દીધી.આ કામમાં તેની પત્નીએ પણ તેની મદદ કરી હતી. ટિમએ આ ઘટનાંની વીડિયો કાચ તોડીને બનાવી લીધો હતો. તે પૈસા સળગાવાતો રહ્યો અને એસીબી ટિમ કઈ જ ન કરી શકી.

1 કલાકની મહેનત પછી કટરથી દરવાજો તોડવામાં આવ્યો, અને આગને બુજાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી અળધા સળગેલા પૈસા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 20 લાખ રૂપિયા સળગાવવામાં આવ્યા છે,અને આરોપીઓની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે.