ગુજરાતમાં અહીં રહસ્યમય ‘રાક્ષસી 300 પગલાં’ દેખાયા, બે પગલાંઓની વચ્ચે છે 6 ફુટનું લાંબુ અંતર, રહસ્યના તાણાં-વાણાં

ઘણીવાર એવી એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે જે આપણને અચંબિત કરી દે છે. હાલ જ એક એવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાંથી સામે આવી છે. અહીં અલગ જાતના પગલા જોવા મળ્યા છે અને ખાસ વાત એ છે કે બે પગલા વચ્ચેનું અંતર છ ફુટનું છે. આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગરના પાટડીના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાઘોડા ગામ વચ્ચે રહસ્યમય પગલા મળી આવ્યા છે. આ બે પગલાં વચ્ચેનું અંતર અંદાજે 6 ફૂટનું છે. સામાન્ય રીતે માણસના પગલાંઓ વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર હોય છે. પરંતુ 6 ફૂટના અંતરના પગલાં દેખાતા ચર્ચાનો વિષય બન્યો છે.

પાટડી તાલુકામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં 300 જેટલા પગલાં જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ છે ત્યારે ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલ સફેદ ક્ષારયુક્ત જમીનમાં રાક્ષસી માનવ જેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 જેટલા પગલાં જોવા મળ્યો હતા.

ઉલ્લેખનીય છે કે, આ પગલાની દિશા તપાસતા, પુર્વ દિશા તરફથી આવેલ રહસ્યમય માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોય તેવો અંદાજ છે. સ્થાનિકોનું માનવુ છે કે, જો કોઇ વ્યક્તિ કુદકા મારીને પણ જાય છે તો પણ બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય અને 300 જેટલા પગલા પણ ન હોય. તો હવે સવાલ એ ઊભો થાયય છે કે, આ રાક્ષસી માણસ કોણ છે ? અને તે કયા ગયો છે ?

તમને જણાવી દઇએ કે, લોકોએ આ પગલાઓ ફરતે ગોળ કરી અને આ પગલાઓ જતા ન રહે કે ભૂસાય નહી તે માટેની તકેદારી રાખી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે, તંત્ર આ બાબતે તપાસ શરૂ કરે કે આ કોઇ બીજા ગ્રહના રાક્ષસી માનવ છે કે કોઇ બીજા ગ્રહના માનવી ? પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ શરૂ કરે તેની સ્થાનિકો રાહ જોઇ રહ્યા છે.

બીજી તરફ જોવા જઇએ તો, રણ વિસ્તારમાં પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા રણમાં જોવા મળેલા આ રહસ્યમયી રાક્ષસી પગલા ભૂંસાવા લાગ્યા છે. ત્યારે તંત્ર જલદીથી તપાસ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

Shah Jina