બોબી દેઓલની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘આશ્રમ 3 પાર્ટ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સંપૂર્ણ મનોરંજન અને ડ્રામાથી ભરેલી આ ક્રાઈમ-થ્રિલર સિરીઝ જોવા માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ‘આશ્રમ 3 પાર્ટ 2’ નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ નિર્માતાઓએ ‘આશ્રમ 3 પાર્ટ 2’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. બોબી દેઓલ સ્ટારર આ વેબ સિરીઝ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
તમે Amazon MX Player પર ‘આશ્રમ 3 પાર્ટ 2’ નો આનંદ માણી શકો છો. સીરિઝનું ટ્રેલર શેર કરતી વખતે બોબી દેઓલે લખ્યું- જપનામ ! હું 27 ફેબ્રુઆરીએ તમારા સબ્રનો લડ્ડુ લાવી રહ્યો છું. એક બદનામ આશ્રમ સીઝન 3 પાર્ટ 2..27 ફેબ્રુઆરીએ MX પ્લેયર પર રિલીઝ થશે. બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ 3 પાર્ટ 2’ના ટ્રેલરની વાત કરીએ તો આ વખતે અદિતિ પોહાનકરનો પહેલા કરતાં વધુ બળવાખોર અવતાર જોવા મળ્યો છે. અદિતિ ફરી એકવાર પમ્મી બનશે અને તેની સાથે થયેલા અન્યાયનો બદલો લેશે.
આ વખતે તે બદલો લેવા માટે ભોપા સ્વામીનો ઉપયોગ કરશે. ત્યાં ભોપા પણ પમ્મીની સુંદરતાની જાળામાં ફસાઈ બાબા નિરાલાનો વિરોધી બનશે. જો કે, પમ્મીનો બદલો આ સિઝનમાં પૂરો થશે કે નહીં તે તો પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ 3 પાર્ટ 2 સિરીઝ જોઈને જ ખબર પડશે. બોબી દેઓલની સાથે અદિતિ પોહાનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, વિક્રમ કોચર, અનુપ્રિયા ગોયનકા, ત્રિધા ચૌધરી, રાજીવ સિદ્ધાર્થ અને ઇશા ગુપ્તા આ સિરીઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram