શું એશ્વર્યા-અભિષેકની લાડલી આરાધ્યા બચ્ચને કરાવી પ્લાસ્ટિક સર્જરી ? બદલાયો લુક જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા છે, જુઓ

તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન ગુજરાતના જામનગરમાં યોજાયુ, આ ફંક્શનમાં બોલિવુડ, હોલિવૂડના સ્ટાર્સ અને દેશ-વિદેશની મોટી-મોટી હસ્તિઓએ પણ હાજરી આપી હતી.

જો કે, આ દરમિયાન જેણે બધી લાઇમલાઇટ લૂંટી લીધી તે હતી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા. હંમેશા આગળ વાળ અને નો મેકઅપ લુકમાં જોવા મળતી આરાધ્યાએ આ વખતે પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા. માત્ર 12 વર્ષની આરાધ્યા બેબી પિંક લહેંગામાં પરિવાર સાથે અનંત-રાધિકાના પ્રી વેડિંગ ઈવેન્ટમાં પહોંચી હતી, આ સમયે બધાની નજર તેના પર જ અટકી ગઇ.

આરાધ્યા લાઇટ મેકઅપ સાથે નવી હેરસ્ટાઇલમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આરાધ્યા પહેલા કરતા ઘણી મોટી પણ લાગી રહી હતી. ત્યારે ઘણા લોકો આરાધ્યાના ઝડપથી મોટા થવા પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું તે 10Gની સ્પીડથી વધી રહી છે.

કેટલાક લોકોએ આરાધ્યાની સરખામણી ઐશ્વર્યાના 90sના લુક સાથે પણ કરી. જો કે, કેટલાક તો એવા હતા કે જે આરાધ્યાને જોયા પછી કોમેન્ટ કરવા લાગ્યા કે ઐશ્વર્યાની દીકરીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. લોકો માને છે કે આરાધ્યાએ નોઝ જોબ અને લિપ જોબ કરાવ્યુ છે.

લોકોએ તો ત્યાં સુધી લખ્યું કે આરાધ્યાએ સ્કિન વ્હાઈટનિંગ પણ કરાવ્યું છે. આરાધ્યા માત્ર 12 વર્ષની છે, પણ તેને જોઇ એવું લાગતુ નથી કે તેણે કોઈ સર્જરીનો આશરો લીધો હોય. જો કે, એવું લાગે છે કે બદલાયેલી હેરસ્ટાઇલ અને મેકઅપના કારણે આરાધ્યાનો લુક અલગ લાગી રહ્યો છે.

Shah Jina