આવી ગજબનું હેર કટિંગ તમે તમારી લાઈફમાં જોયું નહિ હોય, વાળ કાપવા વાળાએ માથા પર બનાવ્યો બરફનો પહાડ અને પછી… જુઓ વીડિયો

માથા પર બરફનો પહાડ મૂકીને આ ભાઈ કરાવી રહ્યા છે વિચિત્ર હેરકટ, વીડિયો જોઈને તમે પણ કહેશો કે “આવા કેવા શોખ ?” જુઓ

આજના સમયમાં ઘણા બધા લોકો પોતાનો દેખાવ કંઈક હટકે રાખવા માંગતા હોય છે જેના માટે તે કપડાંથી લઈને પોતાની હેરસ્ટાઇલ પણ બીજા કરતા જુદી રાખે છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા લોકોના વીડિયો તમે જોયા હશે જેમાં અજીબો ગરીબ કપડાં અને અઝઝીબો ગરીબ હેરસ્ટાઇલ કરીને આવતા હોય છે, ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે ખરેખર હેરાન રહી જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક માણસ માથા પર બરફનો પહાડ બનાવીને વાળ કાપવાની દુકાનમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં શિયાળાના મોસમની શરૂઆત થઇ ગઈ છે ત્યાં બરફનું નામ સાંભળતા જ લોકોને ઠંડી ચઢી જતી હોય છે. ત્યારે આ ભાઈને જોઈને લોકો હેરાન પરેશાન છે અને આવો શોખ કેમ થયો તે પણ વિચારી રહ્યા છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર rjabhinavv નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે ‘હેરકટ ઓન ધ રોક્સ…’ આ વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ માથા પર બરફનો પહાડ લઈને હેરકટ કરવા પહોંચે છે. તેને કાપવા માટે વાળ કાપવા વાળો કાતર નહીં પણ વેલણ વાપરે છે અને બરફનો થોડો ટુકડો તોડીને વ્હિસ્કી અને કોક માટે બહાર કાઢે છે અને કહે છે કે અઠવાડિયામાં એકવાર તમારે હેરકટ અવશ્ય લેવો જોઈએ, કારણ કે અહીં બરફ ખતમ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by RJ Abhinav (@rjabhinavv)

બર્ફીલા વાળ કાપવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 4.6 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને ફની કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું હતું કે ‘આગલી વખતે જો તમે તેમાં થોડો રૂહ અફઝા મિક્સ કરશો તો તે પણ લાલ થઈ જશે’. તો બીજી તરફ બીજાએ લખ્યું, ‘તેની ખોપરીમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ રહ્યું છે ને?’

Niraj Patel