જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના સ્વામી અને કર્મોનો હિસાબ રાખનારા શનિદેવની ચાલમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિદેવ 26 જુલાઈ, 2026 ને રવિવારના રોજ વક્રી થશે અને 11 ડિસેમ્બર, 2026 સુધી એટલે કે કુલ 138 દિવસ સુધી વક્રી ગતિમાં રહેશે. હાલમાં શનિદેવ દેવગુરુ બૃહસ્પતિની માલિકીની મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. શનિની આ ઉલટી ગતિની અસર તમામ 12 રાશિઓ અને સમગ્ર વિશ્વ પર ઊંડી રીતે જોવા મળશે. શનિ વ્યક્તિને આંતરિક રીતે મજબૂત બનાવે છે અને તેના કર્મોના આધારે ફળ આપે છે, ત્યારે આ વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે.

વૃષભ રાશિ
શનિની વક્રી ચાલ વૃષભ રાશિના જાતકો માટે ખુબ જ શુભ અને સકારાત્મક પરિણામો લઈને આવશે. આ સમય દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે અને કમાણીના નવા સ્ત્રોત ઉભા થશે. લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પરત મળવાની પૂરી સંભાવના છે. નોકરી કરનારા લોકોને ઓફિસમાં પ્રમોશન તેમજ નવી ઉત્તમ તકો મળશે અને તમારી બધી નાણાકીય યોજનાઓ વેગ પકડશે. આ સમયમાં તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી મહેનત ફળ આપશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિની વક્રી ગતિ વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં મોટા સકારાત્મક ફેરફારો લઈને આવશે. જો તમે લાંબા સમયથી કોઈ નવું સાહસ અથવા નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ 138 દિવસ તમારા માટે ખુબ જ અનુકૂળ સાબિત થશે. આ સમયગાળામાં તમે નવી જમીન, મકાન કે નવું વાહન ખરીદી શકો છો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે, જેનાથી સમાજમાં તમારું માન-સન્માન વધશે અને પ્રોપર્ટીમાં મોટો વધારો થવાના સંકેતો છે.

તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શનિનું વક્રી હોવું જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. જો કોઈ કાનૂની વિવાદ કે કોર્ટ કચેરીનો જૂનો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને મોટી સફળતા અને વિજય મળી શકે છે. તમારા અંગત અથવા વ્યાવસાયિક જીવનને લગતી ચિંતાઓનો અંત આવશે અને શત્રુઓ પરાજિત થશે. તમારી નાણાકીય સ્થિતિમાં જોરદાર સુધારો થવાથી તમે લાંબા સમયથી બાકી રહેલી ચુકવણીઓ કે જૂના દેવા અને લોન સરળતાથી ચૂકવી શકશો, જેનાથી માનસિક તણાવ ઓછો થશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિની આ વક્રી ગતિ મિશ્ર અને કેટલાક કિસ્સામાં ખુબ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ જ અનુકૂળ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને ઉત્તમ પરિણામો મળશે. નોકરીયાત વર્ગના કેટલાક લોકોને ઈચ્છિત જગ્યાએ બદલી કે મોટું પ્રમોશન મળી શકે છે. આ સમયમાં તમારી વિદેશ યાત્રાના પણ મજબૂત યોગ બની રહ્યા છે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેશો જેનાથી મનની મૂંઝવણ દૂર થશે અને માનસિક શાંતિ મળશે.

શનિના અશુભ પ્રભાવને ઘટાડવાના સરળ ઉપાયો
જો કોઈ રાશિના જાતકો પર શનિની વક્રી ચાલનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો હોય, તો જ્યોતિષશાસ્ત્રમાં તેના નિવારણ માટે કેટલાક અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે. શનિદેવના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે દર શનિવારે નિયમિતપણે શનિ મંદિરે જવું જોઈએ. આ દિવસે કાળા અડદ, કાળા કપડાં, કાળા તલ, પગરખાં અથવા લોખંડની વસ્તુઓનું ગરીબોને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સિવાય શનિવારે સાંજે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી અને સરસવના તેલનું દાન કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ આપે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)