ઇસ્કોન મંદિરના રેસ્ટોરન્ટમાં ઘુસી ચિકન ખાવા વાળા યુવકને બાદશાહની ફટકાર, મોં પર ચંપલ મારવાનું કહ્યુ
ઇસ્કોનના રેસ્ટોરન્ટમાં ચિકન લઇને પહોંચ્યો શખ્સ, બધાની સામે જ ખાવા લાગ્યો….બાદશાહ બોલ્યો- એ ચપ્પલોનો ભૂખ્યો હતો, તેના ચહેરા….
રેપર અને એક્ટર બાદશાહે એક વાયરલ વીડિયોની સખત નિંદા કરી છે જેણે ઘણા ભારતીયોને ગુસ્સે કર્યા છે. આ વીડિયોમાં એક આફ્રિકન-બ્રિટિશ વ્યક્તિ ઇસ્કોનના ગોવિંદા રેસ્ટોરન્ટમાં ઘૂસીને KFC ચિકન ખાય છે. આ વીડિયોની ઓનલાઈન ટીકા થઈ રહી છે અને ઘણા લોકો માને છે કે આ જાણી જોઈને ઉશ્કેરણી કરવા માટે કરવામાં આવ્યું હતું. ક્લિપમાં તે વ્યક્તિ રેસ્ટોરન્ટના સ્ટાફને પૂછતો જોવા મળે છે કે શું તેઓ મીટ પીરસે છે.

જ્યારે તેને કહેવામાં આવે છે કે રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે શાકાહારી છે, ત્યારે તે તેની બેગમાંથી KFC નું બોક્સ કાઢે છે, તેને કાઉન્ટર પર મૂકે છે અને ચિકન ખાવાનું શરૂ કરે છે. ગુસ્સાને વધુ વેગ આપતી વાત એ હતી કે તેણે કથિત રીતે અન્ય ગ્રાહકોને પણ ચિકન પીરસવાનું શરૂ કર્યું, જેમાંથી ઘણા અસ્વસ્થ દેખાતા હતા. જ્યારે તેને જવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં તે વ્યક્તિ સુરક્ષા કર્મચારીઓને બોલાવવામાં ન આવે ત્યાં સુધી તેની હરકતો ચાલુ રાખતો રહ્યો.

પછી તેને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ તે પહેલાં તેણે હંગામો મચાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને લોકોએ આ કૃત્યને અપમાનજનક, અસંવેદનશીલ અને ઇરાદાપૂર્વકનું પગલું ગણાવ્યું. હવે બાદશાહે રવિવાર, 20 જુલાઈના રોજ X પર તીખી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું, ‘ચિકન પણ શર્મિંદા થઇ જશે. આ માણસ ચિકન માટે નહીં પણ ચહેરા પર ચપ્પલ ખાવા માટે ભૂખ્યો હતો.’
Even the chicken would be embarrassed. Dude wasnt hungry for chicken, he was hungry for some 🩴 on that face. True strength is in respecting what you dont understand. https://t.co/vKHmoIfozI
— BADSHAH (@Its_Badshah) July 20, 2025
આ રમુજી પણ તીખી ટિપ્પણી પછી તેણે આગળ લખ્યું, ‘સાચી તાકાત એ છે કે જે તમે સમજી શકતા નથી તેનું સન્માન કરવામાં આવે.’ બાદશાહના આ શબ્દો ઘણા યુઝર્સને ગમ્યા અને તેમણે સાંસ્કૃતિક સન્માનના મહત્વ પર ભાર મૂકતા આ કૃત્યની નિંદા કરવા બદલ તેમની પ્રશંસા કરી. જો કે વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ તેના પર તીખી પ્રતિક્રિયા ઝડપથી વધી રહી છે. ઇસ્કોન અનુયાયીઓ અને સામાન્ય લોકોએ નિરાશા વ્યક્ત કરી છે અને કેટલાકે કાનૂની કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું છે.
Horrendous. 😳😡
This African-British youth entered into ISKCON’s Govinda restaurant – knowingly that it’s pure Veg restaurant – asked if there’s meat available, then pulled out his KFC box and not only ate chicken (chewed like a 🐷), but also offered others working/eating in… pic.twitter.com/TtPJz9Jg7m
— Tathvam-asi (@ssaratht) July 19, 2025