ઉત્તરાખંડમાં તબાહીના દ્રશ્યો..! 5 માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, અનેક જગ્યાએ ભૂસ્ખલન, ઘરો તણાયા, રસ્તાઓ થયા બંધ, લોકો ફસાયા

દેશનાં તમામ રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકથી પહાડી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. હિમાચલના સોનલમાં ભૂસ્ખલન બાદ પર્વતનો મોટો ભાગ વાહનોની સામે રસ્તા પર ધસી પડ્યો. એ જ સમયે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણા કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. હિમાચલના સોનલમાં અરકી-શાલાઘાટ રોડ પર ભૂસ્ખલન થયું છે. પર્વતનો મોટો ભાગ નીચે પાર્ક કરેલાં વાહનોની સામે જ ધસી પડ્યો હતો.

જણાવી દઈએ કે સોમવાર સવારે હિમાચલના મંડી-કુલ્લુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થલૌતના ભુભુ જોટ ટનલ પાસે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે માર્ગ ટ્રાફિક પર અસર પડી છે. ઘણા વાહનો પણ સુરંગમાં ફસાયા છે. ચેતવણીને કારણે આજે હિમાચલના 4 જિલ્લાઓમાં શાળાઓ બંધ છે. હિમાચલના સોનલમાં ચંદીગઢ-શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. બીજી તરફ ઉત્તરકાશીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદને કારણે ખડકોના ટુકડા પડ્યા છે.

અહીં રસ્તો બંધ થઈ ગયો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરકાશી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ ખડકો અને પથ્થરોથી બંધ થઈ ગયો છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધ્યું છે. આ પછી સલાલ ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા છે.બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોચર બંધખંડ પાસે ભૂસ્ખલન થયું છે. કાટમાળ રસ્તા પર પડ્યો છે.ભૂસ્ખલન પછી બદ્રીનાથ તરફ જતા રસ્તા પર ઘણા કિલોમીટરનો ટ્રાફિકજામ છે.

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ તબાહી મચાવી છે. વરસાદની તીવ્રતા જોઈને લોકો ડરી ગયા છે. વરસાદને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી આવી જ એક હૃદયદ્રાવક અકસ્માત પ્રકાશમાં આવ્યો છે, શિમલાના ભટ્ટાકુફર વિસ્તારમાં ભારે વરસાદે પહાડો પર તબાહી મચાવી દીધી. પાંચ માળની ઇમારત આંખના પલકારામાં પત્તાના પોટલા જેવી તૂટી પડી. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રવિવારે યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક હોટલ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 29 કામદાર ગુમ થયા હતા, જેમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 2 કામદારનાં મોત થયાં છે. ગુમ થયેલા 7 લોકોની શોધખોળ ચાલુ છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. પોલીસ, ફાયરબ્રિગેડ, SDRF, NDRF અને વહીવટી ટીમો રાહત અને બચાવકાર્ય કરી રહી છે.

બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી એક સગીર સહિત 5 લોકોનાં મોત થયાં છે. ગયાના ઇમામગંજમાં લગુરાહી ધોધમાં રવિવારે પાણીનો સ્તર અચાનક વધી ગયો હતો. જોરદાર પ્રવાહમાં 6 છોકરી તણાઈ ગઈ હતી. બધી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Previous Article

ટીવીની એ સાસુ જે પત્ની બની જમાઇ સાથે લડાવી ચૂકી છે ઇશ્ક ! રિયલ લાઇફમાં ગ્લેમર જોઇ આંખો ચાર થઇ જશે

Next Article

આ છે દુનિયાની સૌથી ખૂબસુરત મહિલાઓ, આ ભારતીય એક્ટ્રેસનું નામ પણ લિસ્ટમાં સામેલ

error: Protected Content!