રડતા રડતા બેહોંશ થઇ મનારા, શ્મશાન સુધી ના છોડ્યો પિતાનો સાથ…જુઓ વીડિયો

બિગ બોસ 17 ફેમ એક્ટ્રેસ મનારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું 16 જૂનના રોજ નિધન થયું હતું. આ પછી બુધવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન મનારાની માતા કામિની ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી. મનારા અને તેની બહેન મિતાલીના પણ આંસુ નહોતા અટકી રહ્યા.

મનારા પિતાને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક જોવા મળી. આ દરમિયાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મનારાના પિતાનો પાર્થિવદેહ મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને પરિણીતી ચોપરાના પિતા પણ હાજર રહ્યા હતા.

અંતિમ સંસ્કાર દરમિયાન ઘણો વરસાદ પણ પડી રહ્યો હતો. ભારે વરસાદ વચ્ચે મનારા ચોપરા અને મિતાલી ચોપરા પિતાના પાર્થિવદેહને સ્મશાનગૃહ સુધી લઈ ગયા. આ દરમિયાન મનારા પોતાની જાતને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળી, જ્યારે મિતાલી ઊંડા આઘાતમાં જોવા મળી. આ દુઃખદ ક્ષણમાં ચોપરા પરિવારના ઘણા લોકો હાજર રહ્યા હતા.

મનારા તેના પિતાને છેલ્લી વાર જોતા પોતાને કાબૂમાં ના રાખી શકી. અંતિમ સંસ્કાર દરમિયાન રડતી રડતી મનારા બેહોશ થઈ ગઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મનારા તેના પિતાના આ રીતે જવાથી ખૂબ જ દુઃખી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Previous Article

ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર બે કરોડની વસૂલીનો આરોપ, બિલ્ડરની ફરિયાદ પર પોલિસે કરી ધરપકડ- છતાં કેમેરા સામે બિંદાસ હસતી જોવા મળી

Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ ! 190 લોકોના DNA થયા મેચ, 159 મૃતદેહ પરિવારને સોંપાયા...3 પરિવારે નોંધાવી મિસિંગની ફરિયાદ, હજુ પણ સિવિલમાં 7 દર્દી દાખલ

error: Protected Content!