આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે.અવાર-નવાર રોજબરોજ અવનવા વીડીયો વાયરલ થતાં રહેતા હોય છે. કોઈ એ સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ન તો ઉંમર જુએ છે, ન તો સુંદરતા કે ન તો સ્ટેટસ..તે કોઈને પણ થાય છે. આ જ કારણ છે કે પ્રેમની અનેક કહાનીઓ ખૂબ અનોખી અને વિચિત્ર પ્રકારની હોય છે. જે લોકો સુધી પહોંચતા જ વાયરલ થઈ જાય છે. આવી જ એક પ્રેમકથા આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જ્યાં એક યુવતીને એક ઇલેક્ટ્રિશિયન સાથે પ્રેમ થાય છે જે તેના ઘરમાં પંખો રિપેર કરવા આવે છે અને આ પ્રેમ લગ્ન સુધી પહોંચી જાય છે.

વીડિયોમાં જણાવ્યા અનુસાર એક યુવતીએ ઘરનો પંખો રિપેર કરવા એક ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા અને પંખો ઠીક થતાં-થતાં દિલનું કનેક્શન પણ જોડાઈ ગયું છે. વાત એટલી બધી આગળ વધી ગઈ છે. બંનેએ લગ્ન કરી લીધા. આ લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.ઇલેક્ટ્રિશિયન ભાઈએ એક લોકલ મીડિયાને હસતાં-હસતાં કહ્યું કે, “પંખો ખરાબ થયો હતો, ગામમાં કોઈને બોલાવી લે તો ચાલે. એમણે મને ફોન કર્યો હતો. પહેલી વાર પંખો ઠીક કર્યો, એટલે તેણીએ મારો નંબર માગી લીધો હતો. તેમણે કહ્યું કે, ‘જો પંખો ફરી બગડે તો તમને જ ફોન કરીશ.’ બસ, એ નંબર આપવાની સાથે જ વાતચીત શરુ થઈ.”
Leave beginners Bihar is not for legends even 😂
“Pankha theek karte karte pyaar ho gaya , shadi kar li🙏🏻” pic.twitter.com/I63UwO7q6I
— Amitabh Chaudhary (@MithilaWaala) April 6, 2025
યુવતીએ પણ શરમાતાં-શરમાતાં કહ્યું કે, “મને તો એ પહેલેથી જ ગમતો હતો, પણ કેમ કહું?, એના વગર મન નહોતું લાગતું. દિલમાં લાગણી બંધાઈ ગઈ. શરૂઆતમાં ઇલેક્ટ્રિશિયન યુવકને ધ્યાન નહોતું આપ્યું. તો યુવતીએ ચાલાકી કરી, ક્યારેક પંખો બગડ્યો, તો ક્યારેક લાઇટ ગઈ અને ક્યારેક તો ડિશ ટીવીમાં ખરાબી થઈ કહીને એમ જુદા જુદા બહાના બતાવીને તેને વારંવાર બોલાવતી હતી.આમ મળતાં-મળતાં બંનેમાં દોસ્તી થઈ અને પ્રેમ થઈ ગયો. આખરે બંનેએ લગ્ન કરી લીધા. હાલ આ સ્ટોરી સાથે જોડાયેલો વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં લોકોમાં વાયરલ થઈ રહ્યો છે. અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.