રસ્તા પર ઉતરી દુલ્હનોની ટોળી, 166 શ્રૃંગાર કરી રસ્તા વચ્ચે કર્યુ રેંપ વોક- દુલ્હનોની રેલી જોઇ ચોંકી ગયા લોકો

તમે રન વે પર ઘણી મોડેલ્સને રેમ્પ વોક કરતા જોઈ હશે. પણ જો તમે કોઈને પ્રોફેશનલ મોડેલની જેમ રસ્તા પર ચાલતા જુઓ તો શું તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો? એક વીડિયોમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યાં ઘણી દુલ્હનો,સંપૂર્ણ પોશાક પહેરીને રસ્તા પર એવી રીતે ચાલતી જોવા મળી રહી છે જાણે કોઈ રેમ્પ શો ચાલી રહ્યો હોય. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

જણાવી દઈએ કે આ એક ખાસ વીડિયો છે જે એક મેકઅપ સ્ટુડિયોની જાહેરાત માટે બનાવવામાં આવ્યો છે. આમાં બધી મહિલાઓ ભારે ઘરેણાં અને શાનદાર મેકઅપ સાથે પરંપરાગત દુલ્હનના લુકમાં રસ્તા વચ્ચે ચાલી રહી છે. દુલ્હનોની આ ફોજ જોઈને પસાર થતા લોકો અને દુકાનદારો આશ્ચર્યચકિત થઈ ગયા કે અચાનક આટલી બધી દુલ્હનો ક્યાંથી આવી.

તેઓ એ હકીકતથી અજાણ છે કે આ વીડિયો ખરેખર એક મેકઅપ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટની જાહેરાતનો એક ભાગ હતો. વીડિયોની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે દુલ્હનોનું આ ગ્રુપ બજારની શેરીઓમાંથી પસાર થાય છે અને બધાની નજર તેમના પર ટકેલી હોય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, ‘બધી નજર અમારી વિદ્યાર્થી દુલ્હનો પર.’

આ વીડિયો પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ મનવીન કૌરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને તેઓ આ દુલ્હનોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘દરેક દુલ્હનનો આત્મવિશ્વાસ અદ્ભુત છે.’ બીજાએ કહ્યું, ‘એવું લાગે છે કે જાણે સ્વર્ગમાંથી અપ્સરા પૃથ્વી પર ઉતરી આવી હોય.’

 

View this post on Instagram

 

A post shared by Manveen Kaur (@mbm_makeup_studio)

Previous Article

અશ્લિલ કન્ટેન્ટના દમ પર કમાયા કરોડો! ખુશી મુખર્જીનો ચોંકાવનારો દાવો..પોતાના જ ફોટો વીડીયો વહેંચી કરી 10 કરોડની કમાણી!

Next Article

ફુલ બની ઠનીને મોડલ પહોંચી સાપ પકડવા, સ્ટાઇલ જોઇ લોકો રહી ગયા હક્કા બક્કા

error: Protected Content!