લગ્નના દિવસે થયો વરસાદ, પલળતા દુલ્હાની મજાક ઉડાવવા લાગ્યા લોકો- જુઓ વીડિયો

ભારતમાં લગ્નના દિવસે વરસાદ પડવો શુભ માનવામાં આવે છે. તેને કુદરતના આશીર્વાદના રૂપમાં જોવામાં આવે છે, પરંતુ તેની સાથે એક વિચિત્ર દેશી માન્યતા પણ જોડાયેલી છે- એવું કહેવાય છે કે જો લગ્નના દિવસે વરસાદ પડે, તો કન્યા કે વરરાજાએ લગ્ન પહેલાં ‘કઢાઈમાં ભોજન’ ખાધું હશે. હવે, આ દેશી કહેવતની આસપાસ ફરતો એક રમુજી વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં, ભારે વરસાદ વચ્ચે એક વરરાજા તેના લગ્ન સ્થળે પ્રવેશ કરે છે, જ્યારે મહેમાનો એક ખૂણામાં ઉભા છે, વરસાદથી બચી રહ્યા છે અને હસે છે. વીડિયો પર લખ્યું છે ‘ખાઓ કડાઇમાં ખાવાનું’. ત્યાં POVમાં રમુજી રીતે લખ્યું છે- ‘કંઈ નહીં, છોકરાએ કડાઇમાં ખાધું.’ આ એક રમુજી માન્યતા છે, જે પેઢીઓથી ચાલી આવી છે.

એવું કહેવાય છે કે જો લગ્ન પહેલા વરરાજા કે કન્યા લોખંડની કડાઇમાં ભોજન કરે છે, તો લગ્નના દિવસે ચોક્કસપણે વરસાદ પડે છે. આ વીડિયો 15 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ અંગે રમુજી પ્રતિક્રિયાઓ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by more. (@morethancollabs)

Previous Article

રૂમમાં એકલી શું કરે છે છોકરીઓ ? પોતે જ કર્યો ખુલાસો, 9-9 હસીનાઓએ બતાવ્યો માહોલ

Next Article

કિયારા અડવાણી સાથે વધુ એક સ્ટારે મેટ ગાલા 2025માં બતાવ્યો બેબી બંપ- તસવીરો થઇ વાયરલ

error: Protected Content!