વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી શિક્ષિકાના મેડિકલ ટેસ્ટમાં થયો મોટો ધડાકો, ગર્ભવતી નીકળી! વિદ્યાર્થીનો જ ગર્ભ હોવાનો શિક્ષિકાનો દાવો

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક જ મામલો હાલ ચર્ચામાં છે, તે છે 23 વર્ષની શિક્ષિકાનો 11 વર્ષના સ્ટુડન્ટને ભગાડી જવાનો…આ કેસમાં હવે હવે નવો વળાંક આવ્યો છે. આરોપી શિક્ષિકા ગર્ભવતી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતની 23 વર્ષની શિક્ષિકા પર 11 વર્ષના વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ફરાર થવાનો આરોપ લાગ્યો છે. બંંને પકડાયા બાદ એવું સામે આવ્યુ છે કે વિદ્યાર્થી 13 વર્ષનો છે, જો કે હાલ તેની ઓફિશિયલ પુષ્ટિ થઇ નથી.

સુરતની પુણા પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી બંનેને ઝડપી પાડ્યા હતા. રીપોર્ટ અનુસાર, આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું ખૂલ્યું છે. શિક્ષિકા એવો દાવો કરી રહી છે ગર્ભ સગીર વિદ્યાર્થીનો છે. પોલીસે મેડિકલ તપાસ કરાવતા વિદ્યાર્થી અને શિક્ષિકા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે પોલીસે ડીએનએ ટેસ્ટ માટે તજવીજ શરૂ કરી છે.

શિક્ષિકાએ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યું હોવાની કબૂલાત કરી છે. પ્રાથમિક તપાસમાં શિક્ષિકાએ વિધાર્થી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની પણ કબૂલાત કરી છે. શિક્ષિકાનું નામ માનસી નાઈ છે, તેની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે તે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ફરી અને પછી બંને અમદાવાદ ગયા.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફર્યા પછી બંને દિલ્હી ફરવા ગયા અને દિલ્હીથી વૃંદાવન અને ત્યારબાદ જયપુરના અલગ અલગ વિસ્તારમાં ફર્યા. જયપુરથી તેઓ ગુજરાત તરફ પરત આવી રહ્યા હતા ત્યારે પોલીસે બંનેને ઝડપી પાડ્યા.

Previous Article

એજાઝ ખાનના શો 'હાઉસ અરેસ્ટ' પર વિવાદ, અશ્લીલતાની બધી હદો થઇ પાર- વીડિયો સામે આવતા ભડક્યા યુઝર્સ- શો બંધ કરવાની ઉઠી માગ

Next Article

વૈભવ સૂર્યવંશી થઇ શકે છે બેન...બિહારના લાલની ઉંમર પર ઉઠ્યો સવાલ- IPL 2025 વચ્ચે દિગ્ગજે લગાવ્યો સનસનીખેજ આરોપ

error: Protected Content!