‘બાથરૂમ સિંગર’ થયુ જૂનું, માર્કેટમાં આવ્યુ ‘પાઇપ સિંગર’…યુવકે સુરીલા અવાજમાં ગાયુ એવું ગીત કે…જુઓ

યુવકે પાઇપમાં મોં કરી સંભળાવ્યુ એટલું સુરીલુ ગીત કે ફેન થઇ ગઇ પબ્લિક- જુઓ વીડિયો

‘બાથરૂમ સિંગર’ તો બધાએ સાંભળ્યું હશે, પણ હવે સોશિયલ મીડિયા પર ‘પાઇપ સિંગર’ ટ્રેન્ડમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જે દર્શાવે છે કે ટેલેન્ટ ગમે ત્યાં અને ગમે ત્યારે ઉભરી શકે છે. તમારે ફક્ત થોડો આત્મવિશ્વાસ અને ક્રિએટિવ આઇડિયાની જરૂર છે.

જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તમે જોશો કે એક યુવકે ટ્યુબવેલના પાઇપને માઇકમાં ફેરવ્યુ અને એવા સુરીલા અવાજમાં ગીત ગાયુ કે લોકોને સ્વર્ગસ્થ ગાયક મોહમ્મદ રફીની યાદ આવી ગઈ. કલ્પના કરો કે કોઈ સ્ટુડિયો નહીં, કોઈ સાઉન્ડ એડિટિંગ નહીં, ફક્ત એક જુગાડ… તે યુવકે એટલું મધુર ગાયું કે લોકો તેના ચાહક બની ગયા. વીડિયોમાં યુવકને ટ્યુબવેલની પાઈપ પાસે મોઢું રાખી 1977ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’નું ગીત ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાતો જોઈ શકાય છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @pipe_singer નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને હજારો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે કોમેન્ટ સેક્શનમાં લોકો યુવક પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભાઈએ મને મોહમ્મદ રફીની યાદ અપાવી દીધી.” જ્યારે બીજાએ કહ્યું, “ભાઈનો અવાજ ખરેખર શક્તિશાળી છે.”

 

View this post on Instagram

 

A post shared by Pipe Singer (@pipe_singer)

Previous Article

હનીમુન પર મનાલી ગયુ હતુ કપલ, રાત્રે રેકોર્ડ કર્યો રોમેન્ટિક વીડિયો, દુલ્હા-દુલ્હનની પ્રાઇવેટ મોમેન્ટ વાયરલ થતા મચી ગયો હોબાળો; જુઓ તમે પણ

Next Article

ઘોડી પર બેઠા બેઠા દુલ્હા સાથે અચાનક થયું એવું કે લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ, દુલ્હન સહીત સૌ કોઈ ઘટના જોઈ ચોકી ગયા, જુઓ વીડિયો

error: Protected Content!