સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય એ ખબર જ નથી પડતી. આજકાલ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાનો એટલો ક્રેઝ છે કે લોકો કંઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે. ખાસ કરીને યુવા પેઢી રીલ્સ અને વીડિયો દ્વારા ઇન્ટરનેટ પર એક્ટિવ રહે છે. કેટલાક લોકો તેમની સર્જનાત્મકતાને કારણે રાતોરાત લોકપ્રિય બની જાય છે, જ્યારે કેટલાક તેમની વિચિત્ર હરકતો કારણે મજાકનો વિષય બની જાય છે.

આવો જ એક રમુજી વીડિયો આજકાલ હેડલાઇન્સમાં છવાઈ રહ્યો છે. વીડિયોમાં, એક છોકરી મસ્તીના મૂડમાં ગાયની સામે વીડિયો બનાવી રહી છે. શરૂઆતમાં તે કેમેરા સામે પોઝ આપે છે અને પછી ડાન્સ કરવાનું શરૂ કરે છે. પણ કદાચ ગાયને આ ગમતુ નથી અને બીજી જ ક્ષણે તે એટલી ઝડપથી દોડે છે કે છોકરીને ભાગવું પડે છે.

આ દ્રશ્ય જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ રમુજી વીડિયો ‘bhutni_ke_memes’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેણે થોડી જ વારમાં લોકોનું ધ્યાન ખેંચી લીધું.
View this post on Instagram