દુઃખદ! US માં ભારતીય નર્સ પર ક્રૂર હુમલો, ચેહરા પર માર્યા અનેક વાર મુક્કા, સારવાર દરમીયાન આજીવન માટે જઈ શકે છે આખોમાંથી રોશની

દુઃખદ! અમેરિકામાં માં ભારતીય નર્સ પર ક્રૂર હુમલો, મુક્કા મારી તોડી નાખ્યા ચેહરાના દરેક હાડકા, આજીવન માટે જઈ શકે છે આખોમાંથી રોશની, જુઓ

ફ્લોરિડામાં, ભારતીય મૂળની નર્સ પર જીવલેણ હુમલો થયો છે. નર્સ પર માર મારવાનો અને હત્યા કરવાનો પ્રયાસ થયો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની આખોમાંથી રોશની જય શકે છે. પીડિતાનું નામ લીલમ્મા લાલ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. ફ્લોરિડાની પામ્સ વેસ્ટ હોસ્પિટલમાં તેના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. લીલમ્મા પર હુમલો એક મનોરોગી એ કર્યો હતો. ત્યારબાદ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.33 વર્ષીય સ્ટીફન સ્કેંટલબરી પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ મામલાને તમામ લોકો હેટ ક્રાઈમનો ગુનો મણિ રહ્યા છે. આરોપી જામીન વિના પોલીસ કસ્ટડીમાં છે. પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસના નિવેદનમાં જણાવ્યા અનુસાર, એક ટીમ ઘટનાસ્થળની તપાસ કરવા ગઈ હતી. જ્યાં પુરુષ દર્દીએ નર્સ સામે ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં નર્સનો ચહેરો હાડકાં સુધી તૂટી ગયો હતો.અહેવાલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું હતું કે, સ્કેંટલબરી ત્રીજા માળે હોસ્પિટલમાં પલંગની નજીક હતી. અચાનક આરોપી પલંગ પર ચઢી ગયો અને કૂદીને હુમલો કર્યો, તેણે વારંવાર નર્સને તેની મુઠ્ઠીથી મુક્કો માર્યો અને તેના ચહેરાના દરેક હાડકાને તોડી નાખ્યો.

નર્સના મગજમાં બ્લીડીંગ થયું હતું. રક્તસ્રાવના કારણે, તેમને વેસ્ટ પામ બીચ પરના સેન્ટ મેરી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તેની સ્થિતિ સ્થિર રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમની આખોમાંથી રોશની કાયમ માટે જઈ શકે છે. આ ઘટના બાદ 34 વર્ષીય હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.

પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર હત્યા કરવાનો પ્રયાસ અને નફરતના ગુનાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શેરિફના સાર્જન્ટ બેથ ન્યુકોમ્બે જાહેર કર્યું કે આરોપીએ પૂછપરછમાં કહ્યું- ‘ભારતીયો ખરાબ છે. મેં હમણાં જ એક ભારતીય ડોક્ટરને માર માર્યો.

Previous Article

પ્રેમીથી મળ્યો દગો, મશહૂર ડાંસરે મોતને ગળે લગાવી; કહ્યું કે, બંને છેલ્લા 5 વર્ષથી સાથે રહેતા હતા...જુઓ PHOTOS

Next Article

સોનાની દાણચોરી કરી રહી હતી IPS ની દીકરી, અધિકારીઓએ સાઉથ અભિનેત્રી પાસેથી જપ્ત કર્યું 12 કરોડનું સોનુ; જુઓ PHOTOS

error: Protected Content!