22 વર્ષ પછી ફરી ઓસ્કારમાં ઘટી એ જ ઘટના, જેના પર ખૂબ થયો હતો વિવાદ- બે ફેમસ સ્ટાર્સે ખુલ્લેઆમ કરી કિસ

22 વર્ષ પછી ઓસ્કારના રેડ કાર્પેટ પર જોતા જ કરી લીધી કિસ, આ બે સ્ટાર્સે કેમેરાને નજરઅંદાજ કરી તાજા કરી યાદો

એડ્રિયન બ્રોડી અને હૈલી બેરીએ બધાની સામે રેડ કાર્પેટ પર કરી કિસ, ઓસ્કારમાં 22 વર્ષ પછી રિક્રિએટ થઇ કિસિંગ મોમેન્ટ

ઓસ્કાર 2025 શરૂ થઈ ગયો છે, જેના ઘણા ફોટોઝ-વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયો દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે કારણ કે તે વીડિયોમાં બે હોલીવુડ સ્ટાર્સ રેડ કાર્પેટ પર 22 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરતા જોવા મળે છે, જેણે તે વર્ષે હેડલાઇન્સ બનાવવાની સાથે ઘણો વિવાદ પણ સર્જ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ હેલ બેરી અને એડ્રિયન બ્રોડી વિશે…

જેમણે ફરી એકવાર ખુલ્લેઆમ કિસ કરીને બધાને ચોંકાવી દીધા. ફરક એટલો જ છે કે 2003માં આ ઘટના માટે તેમની ભારે ટીકા થઈ હતી, પરંતુ 2025માં જ્યારે તેમણે આ ઘટના રિક્રિએટ કરી ત્યારે બધાએ બિરદાવી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇવેન્ટ શરૂ થાય તેના થોડા કલાકો પહેલા, હેલ બેરી અચાનક એડ્રિયન પાસે જાય છે અને તેની સાથે વાત કર્યા પછી કિસ કરે છે.

આ મોમેન્ટનો વીડિયો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે આ તેનું ‘પેબૈક’ હતું. 2003માં જ્યારે બ્રોડીએ ‘ધ પિયાનિસ્ટ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીત્યો, ત્યારે તેણે બધાની સામે સ્ટેજ પર હેલ બેરીને કિસ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હવે વર્ષો પછી ઓસ્કરે પણ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું- ’22 વર્ષ પછી ફરીથી એ જ ક્ષણ. #ઓસ્કાર’. ભલે આ ઘટનાની ઘણા વર્ષો પહેલા ટીકા થઈ હતી, પરંતુ હવે આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Halle Berry (@halleberry)

ચાહકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એડ્રિયન અને બેરીના કિસિંગ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ધ ફેમસ કિસ. જ્યારે બીજાએ લખ્યું- 22 વર્ષ પહેલાના દ્રશ્યને રિક્રિએટ કર્યુ. જણાવી દઈએ કે એડ્રિયન બ્રોડી આ વર્ષે પણ નોમિનેટ થયો છે. તેને ફિલ્મ ધ બ્રુટલિસ્ટ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યો છે. ચાહકોને આશા છે કે એડ્રિયન આ વર્ષે પણ ઓસ્કાર એવોર્ડ જીતશે. ધ બ્રુટલિસ્ટ ફિલ્મને ઘણા નામાંકનો મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

Previous Article

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસાએ હની સિંહના ગીત પર આપ્યુ દમદાર પરફોર્મેન્સ, ફરી એક વાર જીતી લીધા લોકોના દિલ; જુઓ વિડિઓ

Next Article

પહેલા ક્યારેય નથી થયુ...અક્ષર પટેલના પગમાં પડી ગયો વિરાટ કોહલી, ન્યુઝીલેન્ડ સામે મેચમાં અચાનક થયુ એવું કે...

error: Protected Content!