Source : અમદાવાદથી ઉના સુધી અકસ્માતોની હારમાળા, 4 દુર્ઘટનામાં ચાર યુવકોના કરૂણ મોત
2 માર્ચે રાજ્યમાં અકસ્માતની 4 ઘટનાઓ બની જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. એક અકસ્માત ગઢડા રોડ પર સર્જાયો, જ્યાં 2 લોકોના મોત થયા જ્યારે વસ્ત્રાલ રિંગરોડ પર અકસ્માતમાં 1નું અને બનાસકાંઠાના ડીસા-સમૌ રોડ પર અકસ્માતમાં 1નું મોત નિપજ્યું. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉનામાં ગીર ગઢડા રોડ પર ભયાનક અક્સ્માત સર્જાયો હતો. ખાપટ ગામ પાસે સામ-સામે બે બાઈક અથડાયા જેમાં બે યુવકોના મોત થયા.

હરમડીયા ગામના ભરત જેઠવા અને વડવિયાળા ગામના રાકેશ સાંખટનું આ અકસ્માતમાં મોત થયું છે. બીજા અકસ્માતની વાત કરીએ તો, અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં નીતિન ચુનારા નામના યુવકનું મોત થયું. અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાં તોડફોડ કરી હતી. અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. બનાસકાંઠામાં ડીસા-સમૌ રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક ડોમી સનૌબોનું મોત થયું.

ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અન્ય અકસ્માતની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. છારદ ગામના પાટિયા પાસે કાર રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાલક યુવક સહિત બેને સામાન્ય ઈજા પહોંચી છે.