બાબાએ આંચકીઓ આવતા દવાઓ બંધ કરવાનું કહ્યુ, દિવ્યાંગ બાળક હાલ વેન્ટીલેટર પર છે, ચોંકાવનારા અહેવાલ આવ્યા- વાંચો ફટાફટ

Dhirendra Shastri irefused to take medicine : છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણા ચર્ચામાં છે અને હાલમાં તો તેઓ ગુજરાતના કેટલાક શહેરોમાં લાગનાર તેમના દરબારને કારણે હેડલાઇન્સ મેળવી રહ્યા છે. ત્યારે તેઓ રાજકોટ આવે એ પહેલાં એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. રાજકોટમાં રહેતા એક પરિવારની દીકરીએ બાબા પર આરોપ લગાવતા જણાવ્યું કે બાબાના કહેવાથી તેના ભાઈની દવા બંધ કરી દેવામાં આવી હતી. હવે તેના ભાઈની તબિયર વધારે લથડી છે અને હાલ તે વેન્ટિલેટર પર છે.

તો બીજી તરફ જે દીકરાની તબિયત ખરાબ થઇ છે તેના પિતાનો વિશ્વાસ હજુ પણ બાબામાં અડગ છે અને તે કહી રહ્યા છે કે તેમની દીકરીને કઈ ખબર નથી. બાબાએ દવા બંધ કરવાનું નથી કહ્યું. પરિવારજનો અનુસાર, 23 એપ્રિલે તેઓ તેમના દીકરાને લઇને રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને આંચકી આવતી હોવાને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો.

જો કે, ત્યાર બાદ આ પરિવાર રાજકોટ આવી ગયો અને ફરી બાળકને આંચકી ઉપડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બાળક હોસ્પિટલમાં છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી છે અને તેની સારવાર ચાલી રહી છે. આ બાળકની વધારે તબિયત લથડતા તેને આઈસીયુમાં દાખલ કરાયો છે. જો કે, પરિવારજનોએ જણાવ્યુ કે હજુ પણ બાળકની તબિયત નાજુક છે. તેમનું કહેવુ છે કે, જો ચેઓ બાળકને બાગેશ્વર ધામના બાબા પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ લઇ ગયા હોત તો કદાચ તેની તબિયત આટલી ખરાબ ન થઈ હોત.

બાળકની ઉંમર હાલ 14 વર્ષની હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સામે આવ્યુ હતુ કે, રાજકોટમાં રહેતા આ પરિવારના 14 વર્ષના દીકરાને વર્ષ 2021માં આંચકી ઉપડી હતી, જેના બાદ દીકરાને લઈને તેના મમ્મી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઇ ગયા હતા. જ્યાં બાબાએ દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું હતું કે દવા બંધ કરાવી દો અને ભભૂતિ આપું છું તે લગાવવાનું શરૂ કરી દો એટલે સારું થઇ જશે. જેના બાદ 5 મેના રોજ દીકરાને ઘરે લાવવામાં આવ્યો હતો અને 6 મેના રોજ તેને સવારે ફરીથી આંચકી ઉપડતા જ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આજે 13 દિવસ વીતવા છતાં પણ તે વેન્ટિલેટર પર છે તેવું તેની બહેને જણાવ્યું હતું. તો બીજી તરફ પિતા દ્વારા બાબા દ્વારા દવા બંધ ના કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને કહ્યું કે દીકરાને પહેલા પણ આંચકી આવી છે.તેમણે એમ પણ જણાવ્યું કે તેમની પત્ની અને દીકરી ખોટું બોલે છે. પત્નીની બાગેશ્વર ધામમાં આસ્થા હતી એટલે ત્યાં લઈને ગયા હતા. દીકરાની દવા પણ બંધ કરવામાં નથી આવી. બાગેશ્વર ધામમાં પણ દવા સાથે લઈને ગયા હતા. તો દીકરીનું કહેવું છે કે તેના પિતાને આ વિશે કઈ ખબર નથી. તેના કાકાએ પણ તેને જણાવ્યું કે બાબાએ જ તેમને દીકરાની દવા બંધ કરવા માટે જણાવ્યું હતું.

Shah Jina