TV ની બોલ્ડ અભિનેત્રીના લગ્ન બાદ પટેલ પરિવારમાં થયું તેનું ભવ્ય સ્વાગત, એવી રીતે સજાવ્યો બેડરૂમ કે લોકો પણ જોતા જ રહી ગયા… જુઓ વીડિયો

નાના પડદાની જાણીતી અભિનેત્રી દલજીત કૌરે હવે બીજી વખત લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી છે. પ્રેમ અને લગ્નને બીજી તક આપીને તે ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ બીજા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા અને લગ્ન બાદ તે પતિ નિખિલ સાથે હનીમૂન મનાવવા માટે બેંગકોંગ પણ પહોંચી હતી ત્યારે હવે તેમના હનીમૂન પરથી પરત ફર્યા બાદ તેના કેન્યા સ્થિત સાસરે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિખિલ પટેલે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલા વિડિયો દ્વારા બતાવ્યું કે કેવી રીતે લગ્ન પછી તે અને તેની પત્ની દલજીત કૌરનું કેન્યાના ઘરે સ્વાગત કરવામાં આવ્યું. રૂમમાં દંપતીનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા રૂમમાં ગુલાબના ફૂલો ફેલાયેલા હતા, બેડ પર ‘ટેક 2 ડીએન’ લખેલું હતું અને ટેબલ પર શેમ્પેનની બોટલ અને ગ્લાસ રાખવામાં આવ્યા હતા.

આ વીડિયોને શેર કરતા નિખિલે કેપ્શનમાં લખ્યું કે, “જ્યારે તમારો વટુ પરિવાર તેને સજાવવા માટે ઘરમાં પ્રવેશે છે. ચીયર્સ!”  આ ઉપરાંત દલજીત કૌરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર ઘણી તસવીરો પણ શેર કરી છે, જેના દ્વારા અભિનેત્રીએ જણાવ્યું છે કે તેના સાસરે આવતાની સાથે જ તેનું પેક ખોલવાનું શરૂ કરી દીધું છે. તે તેના પતિના રૂમમાં પોતાનો સામાન સેટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

અગાઉ, દલજીત કૌરે તેની કેટલીક તસવીરો શેર કરી હતી અને જાહેરાત કરી હતી કે તે આખરે સત્તાવાર રીતે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે. તસ્વીરોમાં તે તેના પતિ સાથે આરામદાયક જોવા મળી હતી. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “આજે આખરે સત્તાવાર રીતે કેન્યા શિફ્ટ થઈ ગઈ. ઘણી બધી ઘેલછા, ઘણી બધી ખુશીઓ, ઘણી બધી સુંદર યાદો… જાદુ શરૂ થવા દો.”

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

Niraj Patel