...
   

મોલ બનાવવા માટે આ મહિલાનું ઘર હટાવવા માટે આપવામાં આવી કરોડો રૂપિયાની ઓફર, છતાં મહિલા માની નહિ, પછી કર્યું એવું કામ કે…

ઘણા લોકોને પોતાની જમીન અને મકાન પ્રત્યે એક અનેરો સંબંધ બંધાઈ જાય છે અને તે તેને ક્યારેય છોડવા કે વેચવા નથી માંગતા, પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી પણ આવી બને છે કે ના ઇચ્છવા છતાં પણ તેને વેચવા પડે છે, અને તેનું દુઃખ પણ ખુબ જ થતું હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે કે કોઈપણ મુસીબત આવી પડે કે ભલે તેમની એ સંપત્તિની કિંમત કરોડોમાં મળતી હોય તે છતાં પણ તેને વેચવાનું ના કહી દે છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક મોલ બનાવવા દરમિયાન એક મહિલાનું ઘર વચ્ચે આવી રહ્યું હતું, ત્યારે તેને ઘર ખાલી કરવા માટે કરોડો રૂપિયા આપવાની ઓફર પણ આપવામાં આવી, પરંતુ આ મહિલા પોતાના જીદ ઉપર અડી રહી અને મકાન વેચવાની ચોખ્ખી ના પાડી દીધી. જેના બાદ પણ મોલ બનાવવામાં આવ્યો.

આ રસપ્રદ કિસ્સો અમેરિકાના વોશિંગ્ટનનો છે જ્યાં બિલ્ડરો નવો શોપિંગ મોલ બનાવવા માટે મહિલાના ઘરમાંની જમીન ખરીદવા માંગતા હતા. આ માટે તેણે વૃદ્ધ મહિલાને 1 મિલિયન ડોલર (લગભગ 7 કરોડ રૂપિયા)ની ઓફર પણ કરી હતી. પરંતુ મહિલાએ તેની ઓફર ઠુકરાવી દીધી, ત્યારબાદ તે સ્થાનિક લોકો માટે ‘હીરો’ બની ગઈ.

એટલું જ નહીં, વિકાસકર્તાઓને મહિલાના ઘરની નજીક એક મોલ બનાવવાની ફરજ પડી હતી, જેના કારણે આ ઘર મોલના પરિસરમાં અલગ દેખાય છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના વર્ષ 2006માં સિએટલ, વોશિંગ્ટનમાં બની હતી. આ 108 વર્ષ જૂનું ઘર બહુ મોંઘું નહોતું. જો કે, પ્રોપર્ટી ડેવલપર્સે નવો શોપિંગ મોલ બનાવવા માટે આ વિસ્તારમાં અન્ય મકાનો ખરીદ્યા હતા.

તેથી તેણે શરૂઆતમાં મહિલાને $750,000 (રૂ. 5,73,16,875) જમીન ઓફર કરી. બાદમાં, તેણે એડિથને સમજાવવા માટે રકમ વધારીને $1 મિલિયન (આશરે રૂ. 7 કરોડ) કરી. પરંતુ એડિથ મક્કમ હતી કે તે સ્થળ છોડશે નહીં, અને તેણે બિલ્ડરોની કરોડોની ઓફર પણ ઠુકરાવી દીધી.

આથી બિલ્ડરોએ મજબૂરીમાં તેમનું ઘર છોડીને મોલ બનાવવાની ફરજ પડી હતી, જેના પરિણામે મહિલાનું ઘર આજે પણ મોલના પાંચ માળના કોમ્પ્લેક્સની વચ્ચે ગર્વથી ઊભું છે. સિએટલ ટાઈમ્સ અનુસાર, 84 વર્ષીય એડિથ મેસફિલ્ડે આ જમીન વર્ષ 1952માં $3,750 (રૂ. 2,86,637)માં ખરીદી હતી.

પરંતુ આ વાર્તાનો બીજો ભાગ પણ છે. હકીકતમાં, એડિથ 2006માં મોલના કન્સ્ટ્રક્શન મેનેજર (બેરી માર્ટિન) સાથે મિત્ર બની હતી. બંને એટલા નજીક આવ્યા કે જ્યારે 2008માં એડિથનું અવસાન થયું, ત્યારે તેઓ માર્ટિન માટે તેમનું ઘર છોડી ગયા. પરંતુ જ્યારે માર્ટિન બેરોજગાર બન્યો ત્યારે તેણે ઘર વેચી દીધું.

એડિથ સાથેની તેમની વાતચીતને યાદ કરતાં માર્ટિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “ઘણા લોકો માને છે કે તે વિકાસની વિરુદ્ધ હતી, પરંતુ એવું બિલકુલ ન હતું.” હકીકતમાં તે ફરીથી સ્થાયી થવાની પ્રક્રિયામાંથી પસાર થવા માંગતી ન હતી. પાછળથી આ ઘર ડિઝનીની પ્રખ્યાત ફિલ્મ અપ માટે પણ પ્રેરણા બની ગયું! જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ ફિલ્મનું નિર્માણ વર્ષ 2004માં જ શરૂ થઈ ગયું હતું. જયારે ઘર વેચવાની વાત એના પછીની છે.

Niraj Patel