240 પાનની કામસૂત્ર જેવું 600 વર્ષ જૂનું એક રહસ્યમય પુસ્તક મળ્યું, નગ્ન તસવીરો પણ જોવા મળી, રહસ્ય ઘૂંટાયું, આખરે એવું તો શું છે ખાસ ? જુઓ વીડિયો

240 પાનની કામસૂત્ર જેવું 600 વર્ષ જૂનું રહસ્યમય પુસ્તક મળ્યું, નગ્ન તસવીરો પણ જોવા મળી, રહસ્ય ઘૂંટાયું, આખરે એવું તો શું છે? જુઓ

600-year-old Voynich manuscrip : આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. માનવીએ કેટલાક રહસ્યોને ઉકેલવામાં સફળતા મેળવી છે, પરંતુ આજે પણ દુનિયામાં એવા ઘણા રહસ્યો છે જેને ઉકેલવા લગભગ અશક્ય છે. આવું જ એક રહસ્ય 240 પાનાનું પુસ્તક છે, જેના વિશે કહેવાય છે કે આજ સુધી કોઈ તેને વાંચી શક્યું નથી. ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં પણ કામસૂત્ર જેવા કેટલાક ઉલ્લેખ છે અને તેમાં નગ્ન તસવીરો પણ જોવા મળી રહી છે. જેથી તે એક શોધનો વિષય બની ગયું છે.

ઈતિહાસકારોના મતે આ રહસ્યમય પુસ્તક 600 વર્ષથી વધુ જૂનું છે. કાર્બન ડેટિંગ દર્શાવે છે કે તે 15મી સદીમાં લખવામાં આવ્યું હતું. આ પુસ્તક હાથથી લખાયું છે, પરંતુ આજ સુધી કોઈ સમજી શક્યું નથી કે તેમાં શું છે અને આ પુસ્તક કઈ ભાષામાં લખ્યું છે. આ પુસ્તક એક વણઉકેલાયેલી કોયડા જેવું છે. તેને ‘વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ’ નામ આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મનુષ્યથી લઈને વૃક્ષો અને છોડ સુધીના અનેક ચિત્રો બનાવવામાં આવ્યા છે.

આ પુસ્તકને લઈને મેક્વેરી યુનિવર્સિટીના મુખ્ય લેખક ડો.કેગન બ્રૂઅરે કહ્યું કે વિશ્વના સૌથી રહસ્યમય લખાણમાં વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ મધ્યયુગીન સેક્સ સિક્રેટ્સ છે. તેમણે કહ્યું કે બુકમાં લખવામાં આવેલા સાંકેતિક લખાણો સેક્સ, ગર્ભનિરોધક અને સ્ત્રીરોગવિજ્ઞાન પરની માહિતી ધરાવે છે. એટલે કે આજથી 600 વર્ષ પહેલા પણ લોકોને તેમાં રસ હતો તે આ બુક સાબિત કરે છે. જોકે બુકમાં વૈજ્ઞાનિક ઢબની માહિતી આપવામાં આવી છે.

આ પુસ્તકની સૌથી રસપ્રદ વાત એ છે કે પુસ્તકમાં કેટલાક વૃક્ષો અને છોડના ચિત્રો બનાવવામાં આવ્યા છે, જે આપણી ધરતી પર હાજર કોઈપણ વૃક્ષો અને છોડ સાથે મેળ ખાતા નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પુસ્તકમાં પહેલા ઘણા પેજ હતા, પરંતુ સમય જતા તેના કેટલાક પેજ ખરાબ થવા લાગ્યા. હાલમાં તેમાં માત્ર 240 પાના બચ્યા છે. આ પુસ્તક વિશે ખાસ કંઈ જાણી શકાયું નથી, પરંતુ તે ચોક્કસપણે જાણવા મળ્યું છે કે પુસ્તકમાં લખેલા કેટલાક શબ્દો લેટિન અને જર્મન ભાષામાં છે.

Niraj Patel