ગામના છોકરાઓએ બનાવી 6 સિટર ઇલેક્ટ્રિક બાઈક, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા ખુશ, વીડિયો શેર કરીને કહ્યું…જુઓ

“જરૂરિયાત આવિષ્કારની જનની છે !” એ વાત સાબિત કરી આપી ગામડાના આ છોકરાએ, બનાવી બેટરીથી ચાલતી 6 સિટર બાઈક, એક વાર ચાર્જ કરવા પર ચાલે છે આટલા કિલોમીટર, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કેટલાય લોકો એવા છે જેમનામાં ટેલેન્ટ  ભરી ભરીને પડેલો છે અને આવા લોકો પોતાના ટેલેન્ટને જયારે બહાર કાઢે છે ત્યારે તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે લોકોએ વૈકલ્પિક રસ્તા પણ શોધ્યા અને ઘણા લોકોએ દેશી જુગાડ દ્વારા વાહનો પણ બનાવ્યા.

દેશી જુગાડથી બનેલા ઘણા વાહનોના વીડિયો તમે પણ જોયા જ હશે,  ત્યારે હાલ એવી એક બાઈકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો આ ભાઈની વિચારધારાને સલામ કરી રહ્યા છે. એક વ્યક્તિએ 6 સિટર ઇલેક્ટ્રિક બાઈક બનાવી દીધી અને તેનો વીડિયો વાયરલ તથા જ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ પોતાને આ વીડિયો શેર કરતા રોકી ના શક્યા.

ગામડાના યુવાનોનો આ વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રા પોતાના ટ્વિટમાં લખ્યું છે કે “તે ગ્રામીણ વિસ્તારોમાંથી આ પરિવહન શોધથી હંમેશા પ્રભાવિત થાય છે, જરૂરિયાત શોધની જનની છે.” આ વીડિયો 31 સેકન્ડનો છે, જેમાં યુવક જુગાડ સાથે તૈયાર 6 સીટર બેટરી વાહન ચલાવતો જોવા મળે છે. એક વ્યક્તિ તેને પૂછે છે કે ભાઈ તમે શું બનાવ્યું છે, તો તે વ્યક્તિ જવાબ આપે છે કે ભાઈ અમે આ 6 પેસેન્જરનું વાહન બનાવ્યું છે.

યુવક આગળ જણાવે છે કે આ બનાવવામાં 10-12 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ વાહન એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 150 કિલોમીટર સુધી ચાલે છે, અને તેને સંપૂર્ણ ચાર્જ થવામાં 8-10 રૂપિયાની વીજળીનો ખર્ચ થાય છે. આમાં 1 ડ્રાઈવર સહિત 5 લોકો બેસી શકે છે. ત્યારે હવે આ વાયરલ થઇ રહેલા વીડિયોને જોઈને લોકો પણ પ્રભાવિત થયા છે અને ગામડાના આ યુવકના ટેલેન્ટને ખુબ વખાણી રહ્યા છે.

Niraj Patel