51ની ઉંમરે મીની સ્કર્ટ પહેરી ઉર્મિલા માતોંડકરે બતાવ્યો ગ્લેમરસ અવતાર, પણ થઇ ગઇ ટ્રોલ, લોકો બોલ્યા- આર્ટિફિશિયલ છે બધુ…

ફિલ્મ સ્ટાર્સ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગંભીર હોય છે. કેટલાક સેલેબ્સ કલાકો જીમમાં વિતાવે છે, તો કેટલાક ખાસ ડાયેટ ફોલો કરે છે. આજની યુવા એક્ટ્રેસેસ જ નહીં, પણ 90ના દાયકાની અભિનેત્રીઓ પણ આ બાબતમાં ઓછી નથી. તેઓ ફિલ્મો અને હવે ફિટનેસને લઈને સખત એકબીજાને ટક્કર આપી રહી છે. આ દરમિયાન ‘રંગીલા ગર્લ’ ઉર્મિલા માતોંડકર ચર્ચામાં આવી છે. તેનું કારણ તેનો લેટેસ્ટ લુક છે.

51 વર્ષીય અભિનેત્રી માટે ગ્લેમર બતાવવું એટલું મોંઘુ સાબિત થયું કે તેને ભારે ટ્રોલ કરવામાં આવી. લોકોએ તેનો બદલાયેલો ચહેરો જોઈને ઘણી કમેન્ટ્સ કરી. ઉર્મિલા માતોંડકર 51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. અભિનેત્રી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે હજુ પણ લોકોના દિલની નજીક છે. ઉર્મિલાની છેલ્લી હિન્દી ફિલ્મ ‘EMI’ હતી, જે 2008માં રિલીઝ થઈ હતી. પરંતુ તે પછી તે વેબ સિરીઝ અને મરાઠી સિનેમામાં કામ કરતી જોવા મળી છે.

જો કે તેના નવા લુક માટે તેને કેમ ટ્રોલ કરવામાં આવી રહી છે ? તો જણાવી દઇએ કે, ઉર્મિલાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ગુલાબી મીની સ્કર્ટ અને બ્લેઝર સ્ટાઇલ ટોપમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી હતી. તેણે ખુલ્લા વાળ અને મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. કેટલાક લોકોએ અભિનેત્રીના ફિટ ફિગરની પ્રશંસા કરી, તો કેટલાક લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી.

એક યુઝરે લખ્યું – “તેણે તેના ચહેરાનું શું કર્યું?” તો બીજાએ કહ્યું – “કાં તો આ 10 GB AI નું કામ છે, અથવા 10 KG ozempic નું… વધુ એક બ્યુટી શો ઓફમાં ખોવાઇ ગઇ. જણાવી દઇએ કે, ઉર્મિલા માતોંડકરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની ફિલ્મ 1977 માં રિલીઝ થઈ હતી, જેનું નામ ‘કર્મા’ હતું. 1983 ની ફિલ્મ ‘માસૂમ’ પછી આ અભિનેત્રીને ઓળખ મળી.

જોકે, તેમણે ‘નરસિંહા’ ફિલ્મથી મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 1995ની ફિલ્મ ‘રંગીલા’થી તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ.

Previous Article

ફુલ બની ઠનીને મોડલ પહોંચી સાપ પકડવા, સ્ટાઇલ જોઇ લોકો રહી ગયા હક્કા બક્કા

Next Article

છોકરાથી દૂરી બનાવી રહી હતી પરણિત અને બે બાળકોની માતા, મળવા માટે OYO હોટલ બોલાવી ને ખેલાયો ખૂની ખેલ- બે દિવસ પછી મળી લાશ

error: Protected Content!