વાંઢાનો વરઘોડો ! અહીંયા 50 કુંવારાઓ લગ્ન પહેલા જ વરરાજા બનીને ઘોડીએ ચઢ્યા, સરકારને કહ્યું “અમને કન્યા આપો…” વીડિયો થયા વાયરલ

ગામમાં યુવાનોને નહોતી મળી રહી કન્યા તો ભેગા થઈને 50 જેટલા લોકો શેરવાની પહેરીને ચઢી ગયા ઘોડી પર… વાજતે ગાજતે કાઢ્યો વરઘોડો.. જુઓ વીડિયો

લગ્ન કરવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. પરંતુ દેશમાં હાલ છોકરીઓની અછત છે,. જેના કારણે ઘણા લોકો કુંવારા પણ રહી જતા હોય છે. ત્યારે આવા કુંવારા લોકો લગ્ન માટે કન્યા શોધવા દિવસ રાત એક કરી દેતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. કારણે એક બે નહિ પરંતુ 50 કુંવારા લોકો લગ્ન પહેલા જ ઘોડીએ ચઢેલા જોવા મળ્યા.

આ અનોખો મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના સોલાપુરમાંથી. જ્યાં યુવાનોથી લઈને આધેડ સુધીના લગભગ 50 લોકોએ વાજતે ગાજતે શેરવાની પહેરીને ઘોડા પર સવાર થઈને એક કિલોમીટર લાંબો વરઘોડો કાઢ્યો. આ વરઘોડો કલેક્ટર કચેરીએ પહોંચ્યો અને દરેકે પોતાના માટે કન્યાની માંગણી કરી. જ્યોતિ ક્રાંતિ પરિષદ નામની એનજીઓ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રાએ લોકોને એક સમસ્યાનો પરિચય કરાવ્યો જે સોલાપુર અને અન્ય જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં દૂર કરવામાં આવી રહી છે. સોલાપુર અને આસપાસના વિસ્તારોમાં છોકરીઓની ભારે અછત છે. આ શોભાયાત્રાનો હેતુ તેની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો છે. કૂચમાં સામેલ તમામ વરરાજાએ શેરવાની અથવા કુર્તા-પાયજામા પહેર્યા હતા અને તેમના ગળામાં પ્લેકાર્ડ લટકાવેલા હતા.

પ્લેકાર્ડ પર લખવામાં આવ્યું હતું કે, “પત્ની જોઈએ છે, પત્ની જોઈએ છે! મને લગ્ન કરવા માટે કોઈ પણ છોકરી આપી શકે છે!”, “સરકાર, તમે હોશમાં આવો અને અમારી સાથે વાત કરો, તમારે અમારી દુર્દશા પર ધ્યાન આપવું પડશે!” 12 વર્ષના બાળક વિકી સાદીગલે તેના પ્લેકાર્ડ પર લખ્યું હતું કે, “હું લગ્ન કરીશ કે નહીં?”

આ વરઘોડાનું આયોજન કરનાર એનજીઓ જેકેપીના પ્રમુખ રમેશ બારસ્કરે જણાવ્યું હતું કે આ માર્ચમાં ભાગ લેનારા તમામ લોકો બેચલર હતા જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. આ તમામ લોકોની ઉંમર 25-40ની વચ્ચે છે. લગ્ન ન થવાને કારણે આ લોકો હેબતાઈ ગયા છે. રેલીમાં ભાગ લેનારા મોટા ભાગના વરરાજા શિક્ષિત છે અને મધ્યમ વર્ગના પરિવારોના છે. આમાં કેટલાક લોકો ખેડૂતો છે તો કેટલાક ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકો છે.

Niraj Patel