માત્ર પાંચ વર્ષની ઉંમરની આ ભારતીય દીકરીએ 40 દેશોની યાત્રા કરીને બનાવ્યો અનોખો રેકોર્ડ, જુઓ તસવીરો

ફરવાનો શોખ કોને નથી હોતો ? દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે દુનિયાના ઘણા બધા દેશોની સફર કરે ? પરંતુ ઘણા લોકોના આ સપનાઓ ઉંમર વીતી જવા છતાં પણ પુરા નથી થતા પરંતુ આ કામ કરી બતાવ્યું છે એક 5 વર્ષની બાળકીએ. જેને 40 જેટલા દેશો ફરી અને અનોખો રેકોર્ડ પોતાના નામે આટલી નાની ઉંમરમાં જ કરી લીધો છે.

આ બાળકીનું નામ છે ધનારી. જેની ઉંમર માત્ર પાંચ વર્ષની જ છે. ધનારી અજમેરની રહેવાસી છે. આટલી નાની ઉંમરમાં 40થી પણ વધારે દેશોની યાત્રા કરવા ઉપર તેને મોસ્ટ તેવલ્ડ બેબી કહેવામાં આવે છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેનું નામ નોંધાવવામાં આવ્યું છે.

ધોરણ 2માં અભ્યાસ કરનારી ધનારીની કહાની એવી છે કે તે અજમેરના સોનિયા અને નરેન બુલાનીની દીકરી છે. જે થાઈલેન્ડના મોટા બિઝનેસમેનો માંથી એક છે. જેમનો કારોબાર ઘણા દેશોની અંદર ફેલાયેલો છે. સોનિયા અને નરેન ઘણા દેશોમાં સફર કરે છે અને તેમની સાથે તેમની દીકરી ધનારી પણ રહે છે.

સોનિયા જણાવે છે કે તેમની દીકરી અત્યાર સુધી મલેશિયા, હંગેરી, જર્મની, યુકે, ટર્કી, હોંગકોંગ, થાઈલેન્ડ, યુએઈ, આઈવરી કોસ્ટ, ઇન્ડોનેશિયા, જાપાન, શ્રીલંકા, મ્યાંમાર, મકાઓ, ફ્રાન્સ, ઇટલી, બુર્કિના ફાસો, સિંગાપુર, નીડરલેન્ડ, ઓસ્ટ્રિયા, સ્વિઝર્લેન્ડ, ધાના, તાઇવાન, વિયેતનામ, બેલ્જીયમ, ફિલિપિન્સ, નાર્વે, સ્વીડન, ડેનમાર્ક, ઇથોપિયા, નાઇગર, કંબોડીયા, ગ્રીસ, યુએસએ, ઓમાન, નેપાળ અને ભૂટાન જેવા દેશોની યાત્રા કરી ચુકી છે.

સોનિયા જણાવે છે કે પહેલીવાર ધનારીએ ચાર વર્ષ પહેલા થાઈલૅન્ડથી ભારતની યાત્રા કરી હતી અને છેલ્લીવાર તેને નાઇગરની યાત્રા કરી હતી. ઘણા દેશો તો એવા પણ છે જ્યાં ધનારી 4-5 વાર ગઈ છે. ત્યાંની એરલાઈન્સનો સ્ટાફ પણ તેને ઓળખવા લાગ્યો છે. એરહોસ્ટેસ તેની સાથે સેલ્ફી લે છે. એરલાઇન્સ પણ ધનારીને કઈક ગિફ્ટ પણ આપતા હોય છે.

સોનિયાએ એ પણ જણાવ્યું કે ગયા વર્ષે લોકડાઉન બાદ લગભગ બધા જ દેશોમાં ફલાઇટ મુવમેન્ટ બંધ છે. અમે ધનારી સાથે વર્લ્ડ ટુર પ્લાન કર્યો છે. પરંતુ કોરોનાના કારણે આ પૂર્ણ નથી થઇ શક્યું. જેવી જ ફલાઇટની મુવમેન્ટ શરૂ થશે, કોઈ નવા દેશનો ટુર પ્લાન કરીશું.

સોનિયા એ પણ જણાવે છે કે થાઈલેન્ડના ધોરણ 2માં અબ્યાસ કરનારી ધનારી હવાઈ યાત્રા દરમિયાન ડ્રોઈંગ બનાવવાનું પસંદ કરે છે. તે કલાકો સુધી એરહોસ્ટેસ સાથે વાતો કરે છે. યાત્રા દરમિયાન તે હંમેશા થાઈલૅન્ડનો જ ટાઈમ ફોલો કરે છે.

તેને એમ પણ જણાવ્યું કે ધનારીના ખાવા ઉઠવાનો સમય થાઈલેન્ડના હિસાબે જ નક્કી છે. ખાસ કરીને આફ્રિકી દેશોની યાત્રા કરવા ઉપર 7-8 કલાકનું અંતરાલ રહે છે. એવામાં થાઈલેન્ડ સમય અનુસાર જ ધનારીને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવે છે.

Niraj Patel