માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુમ થયેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ અહિયાંથી મળ્યો

વસ્ત્રાપુરમાંથી અચાનક ગુમ થયેલ 5 વર્ષના બાળકની લાશ ઘરમાં અહિયાંથી મળી, ધ્રુજી ઉઠશો જગ્યા વિશે વાંચીને

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોત થવાના ઘણા કિસ્સા સામે આવે છે. કેટલાક ગામમાં ઊંડા બોર ખુલ્લા હોવાને કારણે કોઇ બાળક રમતા રમતા તેમાં ગરકાવ થઇ જાય છે, તો કેટલીકવાર બાળકો પાણીની ટાંકીમાં પડી જાય છે અને તેને કારણે તેઓ મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાપુરમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાળક ગુમ થવા મામલે પરિવારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તપાસમાં આ બાળકનો મૃતદેહ વિરતા પાર્કની બાજુમાંથી મળી આવ્યો.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

5 વર્ષનું બાળક વસ્ત્રાપુર પાર્કમાં રમવા ગયુ હતુ અને મોડા સુધી ઘરે ન આવતા પરીવારે શોધખોળ હાથ ધરી પણ તેની કોઇ ભાળ ન મળતા બાદમાં પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે વિરતા પાર્કની બાજુમાં પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં ગરકાવ થઇ ગયો હશે અને તેને કારણે તેનું મોત થયુ હશે. આ ઘટનાને પગલે પરિજનોમાં દુ:ખના વાદળો ઘેરાયા છે. તો આ મામલે વસ્ત્રાપુર પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

મનોજ શાહ વસ્ત્રાપુર ગામમાં પગી વાસમાં પરિવાર સાથે રહે છે અને તેઓ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની આજુબાજુમાં આવેલા ફ્લેટમાં કચરા પોતા કરવાનું કામ કરે છે. મનોજભાઇને એક પાંચ વર્ષનો દીકરો સોનુ અને ત્રણ વર્ષની દીકરી છે. તેઓ સવારે બંનેને આંગણવાડીમાં મૂકી આવે છે અને બપોરે ઘરે પરત જ્યારે પત્ની આવે ત્યારે લેતી આવે છે. ત્યારે 6 ફેબ્રુઆરીના રોજ બપોરે બંને બાળકોને લઈ મનોજની પત્ની ઘરે આવી અને સવા બે વાગ્યાની આજુબાજુ સોનુ બગીચામાં રમવા માટે ગયો.

જો કે, તે પછી સોનું પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી અને સોનુના પિતા પણ મજૂરી કામેથી આવ્યા બાદ આસપાસમાં લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. પણ તેમ છત્તાં સોનું ન મળી આવતા વસ્ત્રાપુર પોલીસને જાણ કરાઇ અને પોલીસે તપાસ કરતા ગઇકાલના રોજ બપોરે ઘરની બાજુમાં જ ભગતની ચાલીમાં આવેલ પગીવાસમાં ઘણી ઓરડી આવેલી છે અને તે જ કોમ્પ્લેક્સની એક કોમન પાણીની ટાંકી છે,

તેમાંથી બાળકોએ લાશ જોઈ અને તાત્કાલિક લોકોને જાણ કરી. જે બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી અને પોલીસને પણ જાણ કરાતા તે તાત્કાલિક દોડી આવી હતી. ફાયર બ્રિગેડની મદદથી સોનુની લાશને બહાર કાઢવામાં આવી અને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. હાલ તો ડૂબવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

Shah Jina