આ પાંચ ખ્યાતનામ ક્રિકેટરોને કરવા પડ્યા બીજા લગ્ન, વિવાદોથી ભરેલું રહ્યું છે તેમનું જીવન, નંબર 3ને તો તેના જ મિત્રએ આપ્યો દગો

સેલેબ્રિટીઓનું જીવન ચર્ચાઓથી ભરેલું હોય છે, કોઈ તેના લગ્ન જીવનને લઈને ચર્ચામાં આવે છે તો કોઈ તેના પ્રેમ પ્રસંગને લઈને વિવાદમાં આવે છે. તો કોઈ પોતાના નિવેદનોના કારણે પણ વિવાદમાં આવતા હોય છે. બૉલીવુડ સેલેબ્સની જેમ જ ક્રિકેટરો પણ આવા વિવાદનો શિકાર બનતા હોય છે. તેમના જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. આજે અમે તમને એવા જ 5 ક્રિકેટરો વિશે જણાવીશું જેમને એક નહિ પરંતુ બે લગ્ન કરવા પડ્યા.

1. વિનોદ કામ્બલી:
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના ખાસ દોસ્ત વિનોદ કામ્બલીએ 1998માં નોઈલા લુઈસ સાથે લગ્ન કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન લુઈસ પુણેની એક હોટલ બ્લુ ડાયમંડમાં રિસેપ્સ્નિસ્ટનું કામ કરી રહી હતી. જો કે બંને અલગ થઇ ગયા. લુઈસથી અલગ થયા બાદ વિનોદ કામ્બલીએ મોડલ એન્ડ્રિયા હેવિટ સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્ન પણ પારંપરિક રૂપથી ચર્ચામાં આવ્યા હતા. આજે બંનેને એક દીકરો પણ છે.

2. જવાગલ શ્રીનાથ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે વર્લ્ડકપ 1999 પછી તરત જ જ્યોત્સ્ના સાથે લગ્ન કરી લીધા. પરંતુ બંને આ સંબંધથી લાંબો સમય ખુશ ના રહી શક્યા, જેના બાદ તેમને એકબીજાની સહમતી દ્વારા છૂટાછેડા લઇ લીધા. ત્યારબાદ 2008માં શ્રીનાથે જર્નાલિસ્ટ માધવી પત્રાવલી સાથે બીજા લગ્ન કર્યા.

3. દિનેશ કાર્તિક:
દિનેશ કાર્તિકના પહેલા લગ્ન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. તેને પોતાની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ નિકીતાને દિનેશના સાથી ખેલાડી મુરલી વિજય સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. જેના બાદ ઓગસ્ટ 2015માં દિનેશ કાર્તિકે સ્કવેશ પ્લેયર દીપિકા સાથે લગ્ન કર્યા.

4. મોહમ્મદ અઝહરુદ્દીન:
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ઉતાર ચઢાવ ભરેલી રહી છે. તેનું મેચ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ કેરિયર અટકી ગયું તો તેને બે લગ્ન કર્યા હોવા છતાં પણ તે ટકી ના શક્ય. વર્ષ 1987માં તેને નૌરિન સાથે નિકાહ કર્યા, જેનાથી તેને 2 દીકરા થયા. વર્ષ 1996માં પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ તેને બૉલીવુડ અભિનેત્રી સંગીત બિજલાની સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન પણ 2010 સુધી જ ટકી શક્યા.

5. યોગરાજ સિંહ:
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહના પિતા પણ આ ઇસ્ટમાં સામેલ છે. તેમના પણ બે લગ્ન થઇ ગયા છે. તેમના પહેલા લગ્ન શબનમ સિંહ સાથે થયા હતા, જે યુવરાજની માતા છે. ત્યારબાદ તેમને બીજા લગ્ન સતવીર કૌર સાથે કર. યુવરાજ પોતાની માતા શબનમ સાથે રહે છે. પરંતુ તેના પિતા યોગરાજ બીજી પત્ની અને સતવીરના બે બાળકો સાથે રહે છે.

Niraj Patel