સીમા હૈદર જ નહિ જ આ મહિલાઓ પણ પોતાના પ્રેમી માટે સરહદ પાર કરીને આવી ચુકી છે ભારત, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

પોતાના પ્રેમીને પામવા માટે સીમા જ નહિ આ યુવતીઓ પણ પાર કરી હતી ગેરકાયદેસર સરહદ, બીજી કહાની તો રૂંવાડા ઉભા કરી દેનારી, જુઓ

4 women crossed the border for love : હાલ પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સરહદ પાર કરીને આવેલી સીમા હૈદરની કહાની ખુબ જ ચર્ચામાં છે. ત્યારે ઘણા લોકો સીમાને પાકિસ્તાની એજન્ટ હોવાનો પણ દાવો કરી રહ્યા છે. તો ઘણા તેની અને  સચિનની પ્રેમ કહાનીને સાચી પણ માની રહ્યા છે. ત્યારે સીમા એકલી જ નથી જે સરહદ પાર કરીને ભારત આવી હોય, આ ઉપરાંત પણ ઘણી મહિલાઓ છે જે પોતાના પ્રેમીને પામવા માટે સરહદ ઓળંગીને ભારત આવી હતી.

1. જુલી કરી હતી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ :

થોડા સમય પહેલા બાંગ્લાદેશની જૂલી ફેસબુકના માધ્યમથી યુપીના મુરાદાબાદના અજય સાથે પ્રેમમાં પડી હતી અને અહીં રહેવા આવી હતી. જુલીએ અહીં આવીને હિંદુ ધર્મ અપનાવ્યો અને અજય સાથે લગ્ન કર્યા. જોકે, થોડા સમય બાદ તે અજય સાથે બાંગ્લાદેશ પરત ફરી હતી. હવે જુલીએ બાંગ્લાદેશથી અજયનો લોહીથી લથપથ ફોટો તેના પરિવારને મોકલી આપ્યો છે. પોલીસ પાસે મદદ માંગવામાં આવી છે.

લગ્ન બાદ અજય બાંગ્લાદેશ ગયો હતો પરંતુ પાછો નથી આવ્યો :

પરિવારજનોના જણાવ્યા અનુસાર અજય અને જુલી વચ્ચે ઓનલાઈન ચેટિંગ ચાલતું હતી. આ પછી જુલી તેની 11 વર્ષની પુત્રી હલીમા સાથે મુરાદાબાદ આવે છે અને અજય સાથે લગ્ન કરે છે. તે અજય સાથે તેના વિઝા લંબાવવા માટે ગઈ હતી પરંતુ થોડા દિવસો પછી અજયે ફોન પર જણાવ્યું કે તે ભૂલથી બાંગ્લાદેશ પહોંચી ગયો હતો. જલ્દી પાછી આવીશ પણ ન આવ્યો. પછી તેણે ફોન કરીને પૈસાની માંગણી કરી, હવે તેનો લોહીથી લથબથ ફોટો આવ્યો છે.

2. પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારત આવી હતી ઈકરા :

સીમા હૈદર પહેલા પાકિસ્તાનની ઇકરા જીવાની નામની યુવતી પણ ભારત આવી ચુકી છે. લુડો ઓનલાઈન રમતી વખતે તે એક ભારતીય યુવક મુલાયમ સિંહ યાદવના પ્રેમમાં પડી ગઈ અને સરહદ પાર કરી ગઈ. તે 16 વર્ષની હતી અને પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતના હૈદરાબાદમાં રહેતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે શાળા માટે ઘરેથી નીકળી હતી અને દુબઈ-કાઠમંડુ થઈને ભારત આવી હતી. પૂછપરછ દરમિયાન ઇકરાએ જણાવ્યું કે તે પાકિસ્તાનથી ફ્લાઈટ લઈને નેપાળના કાઠમંડુ પહોંચી હતી.

કાઠમંડુમાં પ્રેમીને મળીને ભારત આવી :

મુલાયમ નેપાળના કાઠમંડુમાં જ તેને લેવા ગયા હતા. બંનેએ નેપાળમાં જ લગ્ન કર્યા હતા. બંને લગભગ એક અઠવાડિયા સુધી ત્યાં રહ્યા અને પછી સરહદ પાર કરીને ભારત આવ્યા. બંને બેંગ્લોરમાં રહેતા હતા. જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે ઇકરાને પાક રેન્જર્સને સોંપવામાં આવી અને મુલાયમ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇકરાએ પોતાનું નામ બદલીને રવા યાદવ રાખ્યું છે. મુલાયમે તેનું નકલી આધારકાર્ડ બનાવ્યું અને પાસપોર્ટ માટે અરજી પણ કરી હતી.

3. 21 વર્ષીય સપલાએ બાંગ્લાદેશથી સરહદ પાર કરી હતી :

આગળનું નામ બાંગ્લાદેશના સિલીગુડીના 21 વર્ષીય સપલા છે. તે પશ્ચિમ બંગાળના સિલીગુડીનો એક યુવક ઓનલાઈન પ્રેમમાં પડી. પ્રેમ એટલો વધી ગયો કે તે દેશ છોડીને ભારત આવી ગઈ. બંને લગભગ અઢી મહિના સુધી સિલીગુડીમાં સાથે રહેવા લાગ્યા. એક દિવસ તેને ખબર પડી કે તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાની યોજના બનાવી રહ્યો છે. તક ઝડપીને સપલા ભાગી ગઈ. આ પછી પોલીસે ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ તેની ધરપકડ કરી હતી. તેને ગયા ગુરુવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. સપલાના પ્રેમીને હજુ પોલીસ શોધી રહી છે.

Niraj Patel