સુરત લવ જેહાદ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, આરોપી નીકળ્યો 3 પત્ની અને 4 સંતાનોનો પિતા, 22 વર્ષની હિન્દૂ યુવતીનું જીવતર કર્યું બરબાદ

ગુરાતમાં લવ જેહાદનો નવો કાયદો લાગુ કરવાની સાથે જ ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ સુરતમાંથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 51 વર્ષણ યુવકે નામ બદલી અને 22 વર્ષની હિન્દૂ યુવતીને નામ બદલી પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા, જેના બાદ યુવતીના હાથમાં આવી જતા યિવક મુસ્લિમ હોવાનું સામે આવતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને હવે આ કેસમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે.

સુરતના લિંબાયતના ૫૧ વર્ષના મો.અખ્તરે મુકેશ નામ ધારણ કરી દીકરીની વયની ૨૨ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હિંદુ વિધિથી લગ્ન કરી લીધા હતા.  પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મોહમ્મદ સાથે લગ્ન કર્યા બાદ યુવતી એક બાળકની માતા પણ બની હતી. ત્યારે હવે આ મુદ્દે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા લવ જેહાદના નવા કાયદા અંતર્ગત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધીને આરોપી મોં. અખ્તરની ધરપકડ કરી લીધી છે.

યુવતી ત્રણ વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા જણાવ્યું હતું. ત્યારે યુવતીએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો.

જેના બાદ યુવતી અને મુકેશ વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી અને આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. જેના બાદ વર્ષ 2019માં યુવતી અને મુકેશે કડોદરા હનુમાન મંદિર ખાતે હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે બંનેને લગ્ન કરી લીધા હતા. યુવતી અને મુકેશ વચ્ચે ઉંમરનો આટલો મોટો તફાવત હોવા છતાં પણ મુકેશે યુવતીને હજુ સુધી કુંવારો હોવાનું અને રેલવેમાં ટીટી તરીકે કામ કરતો હોવાનું જણાવીને વિશ્વાસમાં લીધી હતી અને બંને ટીંડોલી સ્થિત મુકેશના ઘરે જ રહેવા લાગ્યા.

લગ્ન બાદ બંનેને સંતાનમાં એક દીકરો પણ હતો, પરંતુ થોડા સમય પહેલા જ યુવતીના હાથમાં મુકેશનું આધાર કાર્ડ આવતા તેનું અસલી નામ મો.  અખ્તર સામે આવતા યુવતી પણ ચોંકી ઉઠી હતી. તેણે મુકેશને પૂછતાં કહ્યું કે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ, કહી ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. ના પાડે તો મારતો હતો.

આધારકાર્ડમાં યુવકનું અસલી નામ સામે આવતા યુવતીને મુકેશ પરિણીત હોવાની પણ જાણ થઈ હતી અને તેને ચાર સંતાનો પણ છે. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી પણ યુવકે યુવતીને આપી હતી. અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા. મહોમ્મદની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય. અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel