BREAKING : ધંધૂકા માલધારી સમાજના કિશન કેસમાં સૌથી મોટી અપડેટ, મૌલવી સહિત 6 આરોપી હવે…

ધંધૂકામાં ૨૫ ડિસેમ્બરે ધોળા દિવસે માલધારી સમાજના યુવક કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી તેને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. લોકલ પોલીસ પછી હવે આ મેટરમાં ગુજરાત ATS તપાસ કરી રહી છે, અને અત્યાર સુધીમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓની ઝડપી લેવામાં આવ્યા છે.

આ આરોપીઓને આજે ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કટ્ટરતાવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાના કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયો હતો. પાકિસ્તાન દેશની દાવત-એ-ઇસ્લામી સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.

ઇન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવી રહ્યા છે. કમરગની ઉસ્માની છેલ્લા 6 મહિનાથી ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાતલીધી હતી. ગઝવે હિંદ નામનો ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડાને લઈને મૌલાના કામ કરે છે.

તો આ મામલામાં કોર્ટ સમક્ષ પોલીસ તરફથી ખાસ સરકારી વકીલ જે.સી. પટેલે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મૌલાના કમરગની ઉસ્માની ઉર્ફે ઉસ્માનમિયાં હબીબુદ્દીન ઉસ્માની તહેરીકે ફરોગે નામની સંસ્થા ચલાવી રહ્યો છે. મૌલાના અને તેની સંસ્થા કરાચની દાવત-એ-ઇસ્લામી સંગઠના સાથે સંકળાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

મૌલાના ભારતના જુદાં-જુદાં શહેરો અને વિસ્તારોમાં ફરીને ધાર્મિક ભડકાઉ ભાષણો આપી અને લોકોને ઉશ્કેરતો હતો. મૌલાના મોબ લિંચિંગ કરનારા લોકો અને તેમના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા લોકોને પાઠ ભણાવવા માટે તે તેમના સમુદાયના લોકોને ઉશ્કેરતો હતો. અગાઉ પણ ઉશ્કેરીણીજનક ભાષણ આપવા બદલ તેની સામે ત્રિપુરા રાજ્યમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદ બાદ તેની ધરપકડ પણ થઇ હતી અને જામીન મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીએ પોલીસ પૂછપરછમાં ઘણા જ ચોંકાવનારો ખુલાસાઓ પણ કર્યો હતો. મૌલાનાએ કબૂલ્યું હતું કે તે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે. તેની આ સંસ્થા પાકિસ્તાનના કરાંચીમાં આવેલી છે અને અમદાવાદ સહિત દેશ અને દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે.

YC