ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, સતત વધી રહેલ હાર્ટ એટેકના મામલા લોકો વચ્ચે ચિંતા પણ જગાવી રહ્યા છે. ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લામાંથી એક 36 વર્ષિય વેપારીના હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી છે. અરવલ્લીના માલપુરના ઉભરાણ ગામે રહેતા 36 વર્ષીય વેપારી સંજય શાહને સાંજના સુમારે હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો.
છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને બાયડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મોત થયું. સંજય શાહ ઉભરાણ ગામે વાસણ અને કાપડનો વ્યવસાય કરતા હતા. તેમના મોત બાદ પરિવાર અને ઉભરાણ ગામમાં શોક છવાયો છે. સંજય શાહના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.