ખબર

ભારતમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, આ મામલે ભારતે અમેરિકાને પણ પછાડ્યુ, જાણો કેસની વિગત

કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યુ છે, તેની રફતાર તો રોકાવાનું નામ જ લેતી નથી. ભારતમાં પાછળના કેટલાક દિવસોમાં રેકોર્ડ પોઝિટીવ કેસો નોંધાઇ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.15 લાખ કેસ નોંધાયા છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખ 14 હજાર 835 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8 મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા.

કોરોનાના નવા કેસ સાથે જ હવે કુલ કેસ 1,59,30,965 થઇ ગયા છે, ત્યાં જ 1,34,54,880 લોકોએ કોરોનાને અત્યાર સુધી માત આપી છે અને સ્વસ્થ થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,84,657 લોકોએ જીવ ગુમાવ્યો છે અને હાલ દેશમાં 22,91,428 એક્ટિવ કેસ છે.

તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં 67,468, ઉત્તર પ્રદેશમાં 33,106, દિલ્હીમાં 24,638, કર્ણાટકમાં 23,558, કેરળમાં 22,414, રાજસ્થાનમાં 14,622, છત્તીસગઢમાં 14,519, મધ્યપ્રદેશમાં 13,107, ગુજરાતમાં 12,553, બિહારમાં 12,222, તામિલનાડુમાં 11,681, પશ્ચિમ બંગાળમાં 10,784 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.