માસ્ક બાબતે આ ભૂલ કરશો તો થઇ શકે છે બ્લેક ફંગસ : AIIMS ડોક્ટર

કોરોના વાયરસની બીજી લહેરથી ભારત હજી પણ ઝઝૂમી રહ્યુ છે. તેવામાં બ્લેક ફંગસ બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. પરંતુ આ મહામારીના ફેલાવવા પાછળ એક ચોંકાવનારુ કારણ સામે આવ્યુ છે. કયાંક તમે જે માસ્કથી કોરોના વાયરસનો બચાવ કરો છો તે તો બ્લેક ફંગસનું કારણ નથી ને ? એમ્સના ડોક્ટર અનુસાર એક જ માસ્કનો સતત બે-ત્રણ સપ્તાહ સુધી ઉપયોગ કરવા પર બ્લેક ફંગસનું કારણ બની શકે છે.

AIIMSના ન્યુરોસર્જરીના પ્રોફેસર ડો.પી શરત ચંદ્રએ બ્લેક ફંગસસને લઇને વાત કરી, તમને જણાવી દઇએ કે, કોરોનાની મહામારીની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસનો ખતરો વધારે છે. ડોક્ટર ચંદ્રએ જણાવ્યુ કે, તેના લક્ષણ કયા છે અને તેની સારવાર માટે શું દવા આપવામાં આવી શકે છે ?

ડોક્ટર શરતે કહ્યુ કે, કોરોના વાયરસના દર્દીને સિલિંડરથી સીધો ઠંડો ઓક્સિજન આપવો ઘણો ખતરનાક છે. તેના સાથે જ તેમણે કહ્યુ કે, બે-ત્રણ સપ્તાહ માટે એક જ માસ્કનો ઉપયોગ કરવાથી બ્લેક ફંગસ સંક્રમણનો ખતરો ઉત્પન્ન થઇ શકે છે.

તેમણે ફેસ માસ્કનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાને લઇને બધાને ચેત્યા છે. ડોક્ટરે સલાહ આપી છે કે, એન 95 માસ્કનો પાંચ વાર ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવુ જોઇએ અને કપડાના માસ્કને રોજ ધોવા જોઇએ. તેમણે એ પણ કહ્યુ કે માસ્કને બદલી બદલીને પહેરવુ જોઇએ.

ડોક્ટર ચંદ્રએ કહ્યુ કે, આનું સૌથી મહત્વપૂર્ણ કારણ અનિયંત્રિત ડાયાબિટિસ અને ટોસિલિજુમૈબ સાથે સ્ટેરોયડનો ઉપયોગ કરવો છે. વેંટીલેટર પર હાજર ઓક્સિજન પર નિર્ભર દર્દીઓને વધુ ખતરો છે. જો કોરોનાથી રિકવર થયા બાદ 6 સપ્તાહ સુધી આવા લક્ષણ છે તો તેમને બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો છે.

Shah Jina