બનાસકાંઠાના સામુહિક આપઘાતમાં 3 બાળકોના મૃતદેહ બાદ પ્રેમી અને પ્રેમિકાનો મૃતદેહ પણ લોખંડના તાર સાથે બંધાયેલો મળ્યો

ગુજરાતમાં ઘણી બધી સામુહિક આપઘાતની ઘટનાઓ છેલ્લા થોડા સમયમાંથી બહાર આવી ગઈ છે, જેમાં ઘણા પરિવાર કોઈ અગમ્ય કારણો સર આપઘાત કરી લેતા હોય છે, કોઈ આર્થિક સંકટના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે બાળકો સાથે જ આપઘાત કરી લેતો હોય છે, પરંતુ બનાસકાંઠામાંથી એક એવી ઘટના સામે આવી જેને લોકોના રૂંવાડા પણ ઉભા કરી દીધા હતા.

બનાસકાંઠાના થરાદમાં આવેલા સણઘર પસાર થતી નર્મદા નહેરમાં એક મહિલાએ તેના ત્રણ બાળકો અને પ્રેમી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા જ લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેના બાદ સ્થાનિક તરવૈયાની મદદ દ્વારા કેનાલમાં કુદેલા પાંચ લોકોની શોધખોળ કરવામાં આવી હતી. જેના બાદ 3 બાળકોના મૃધે મળી આવ્યા હતા પરંતુ પ્રેમી અને પ્રેમિકા લાપતા હોવાનું સામે આવ્યું હતું.

જેના બાદ ફરીથી આજે સવારે શોધખોળ કરતા પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ પણ લોખંડના તાર સાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ પરિવાર ઝઘડાના કારણે બાળકો સાથે જ મોતને વહાલું કરવાનું વિચાર્યું હતું, મહિલાએ તેના ત્રણ બાળકો અને તેના પ્રેમી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કરી દીધું.

મહિલા મૂળ વાવ તાલુકાનાના દેથળી ગામની વતની હતી. મહિલાના વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમ સંબંધો હતો. આ પ્રેમ સંબંધના કારણે યુવકે પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. તો આ ઘટનાને પગલે કેનાલ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને પાંચેયની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.

પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ પણ મળી આવ્યો છે. થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બે કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ શોધ્યા હતા. કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જયારે આજે વહેલી સવારે મહિલા અને યુવકના મૃતદેહ પણ લોખંડના તાર સાથે બાંધેલા મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel