ગાંધીનગર : રેન્ક 1 સાથે ક્લાસ 2 અધિકારી બનેલા 29 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

હાર્ટ એટેકનો કહેર ! ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક પામેલા 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી લગભગ દરરોજ હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી રહી છે. ત્યારે હાલમાં ગાંધીનગરમાંથી આવી ખબર સામે આવી છે.હાલમાં જ GWSSBની પરીક્ષામાં રેન્ક 1 સાથે પાસ થયેલ અને ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક પામેલા 29 વર્ષીય જયંત સોનીનું હાર્ટ એટેકથી મોત થયું છે. પરીક્ષા પાસ કર્યા બાદ આ યુવક અધિકારીક ટ્રેનિંગમાં ગયો હતો અને આ દરમિયાન સવારે લગભગ 11 વાગ્યા આસપાસ ફિલ્ડ પર જ હાર્ટ એટેકથી તેનું મોત થયુ.

29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

ટ્રેનિંગ દરમિયાન છાતીમાં દુખાવો થતાં તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જો કે આ દરમિયાન તેનું મોત થયુ હોવાનું સામે આવ્યુ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં લેવામાં આવેલ GWSSBની વર્ગ 2ની પરીક્ષા જયંત સોનીએ રેન્ક 1 સાથે પાસ કરી હતી. તે મૂળ રાજસ્થાનના અજમેરનો રહેવાસી હતો અને અભ્યાસ ગાંધીનગર ખાતે કર્યો હતો. જયંત સોનીની ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠાની કચેરીએ ટ્રેનિંગ ચાલતી હતી અને આ માટે બે ત્રણ મહિનાથી તે ટ્રેનિંગમાં હતા.

રેન્ક 1 સાથે જયંત સોની બન્યો હતો ક્લાસ 2 અધિકારી

જો કે, ઘટના બાદ સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકનાં પરિવાજનોનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ખાતે રહેતા એક નજીકનાં સંબંધીને સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા અને મૃતદેહનું પીએમ કરી તેમનાં સ્વજનને લાશ સોંપી દેવાઇ હતી.

Shah Jina