28 વર્ષની ઉંમરમાં જ 9 બચ્ચા પેદા કાર્ય આ રૂપસુંદરીએ….દીકરીની બહેન સમજી લે છે લોકો- જુઓ ફોટા
આજના મોર્ડન વર્લ્ડમાં એવી મહિલાઓની સંખ્યા ઓછી નથી, જેના 8-9 જેટલા બાળકો હોય પણ તે દેખાવમાં તેના બાળકોની મોટી બહેન લાગે. સોશિયલ મીડિયા પર એક મહિલાની સ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે. મહિલાની ઉંમર જાણીને તમને પણ નવાઈ લાગશે કે તેણે માત્ર 28 વર્ષની ઉંમરમાં જ 9 બાળકોને જન્મ આપ્યો છે. સતત 12 વર્ષ સુધી દર વર્ષે પ્રેગ્નેંસીમાંથી પસાર થયા પછી તે 9 બાળકોની માતા છે.
નવાઈની વાત તો એ છે કે 9 બાળકોની માતા જ્યારે તેના બાળકો સાથે બજારમાં કે પછી ફરવા જાય છે ત્યારે તેને કોઈ પણ મા નહીં પરંતુ મોટી બહેન સમજે છે. પરિવારમાં બાળકનો જન્મ દરેક પતિ-પત્ની માટે ખૂબ જ ખુશીની ક્ષણ હોય છે. પરંતુ આ સુખદ અનુભૂતિ દક્ષિણ એશિયન મૂળના કોરા ડ્યુકને તેના જીવનમાં 9 વખત થઈ છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કોરા હાલમાં 39 વર્ષની છે, જેણે આન્દ્રે સાથે લગ્ન કર્યા હતા અને તે હવે 42 વર્ષનો છે.
બંને 9 બાળકોના માતા-પિતા છે. રિપોર્ટ અનુસાર, કોરા જ્યારે ટીનેજમાં હતી એટલે કે તે 16 વર્ષની ઉંમરમાં વર્ષ 2000માં પહેલીવાર માતા બની હતી. રીપોર્ટ અનુસાર, ડ્યુક તેના પતિ આંદ્રેને ત્યારે મળી, જ્યારે તે હાઇસ્કૂલમાં સીનિયર હતો. આંદ્રે એક બિઝનેસ કંસલ્ટેંટ છે. લગ્નના 22 વર્ષ બાદ આ કપલના 9 બાળકો છે.
આ કપલને 21 વર્ષની એલિયાહ, 20 વર્ષની શીના, 17 વર્ષિય બેબી યુના, 17 વર્ષિય ઝાન, 17, 16 વર્ષિય કાહિરા, 14 વર્ષિય સૈયાહ, 13 વર્ષિય અવી, 12 વર્ષિય રોમાની અને 10 વર્ષિય તહજ છે. ડ્યુક સતત 12 વર્ષ સુધી ગર્ભવતી રહી હતી. 9 બાળકોની માતા કોરા ડ્યુક સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે તેના બાળકો સાથે ફેમિલી વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
View this post on Instagram
જો કે તે વેઈટલિફ્ટર પણ છે અને તેની ફિટનેસ સંબંધિત પોસ્ટ્સ પણ અપડેટ કરતી રહે છે. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી કોરા ડ્યુકને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ‘સુપરમોમ’ કહીને બોલાવે છે. કોરા કહે છે કે 28 વર્ષની ઉંમર સુધી તેણે નવ બાળકોને જન્મ આપવાની યોજના નહોતી કરી. ડ્યુકનું કહેવુ છે કે આજનું જીવન જ્યારે બાળકો નાના હતા, ત્યારની તુલનામાં ઘણુ સરળ છે.
View this post on Instagram
તે કહે છે કે બાળકો હવે આત્મનિર્ભર છે અને હવે તેમને મોટા કરવાનું સરળ છે. તેણે આગળ કહ્યું કે તે વેઈટલિફ્ટિંગ દ્વારા તેનું ફિગર જાળવી રાખે છે. તમને જણાવી દઈએ કે કોરા ડ્યુકને ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેને જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે 9 બાળકોની માતા છે. કોરા ડ્યુક એક અમેરિકન મહિલા છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે.
View this post on Instagram