23 વર્ષની મહિલા ટીચરને 16 વર્ષના વિદ્યાર્થી સાથે થયો પ્રેમ, પછી બંને માં-બાપની આબરૂ કાઢીને ભાગી ગયા 

23 વર્ષની મહિલા ટીચર 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, બે માંથી કોઈએ વિચાર્યું નહિ કે માં-બાપની શું ઈજ્જત રહેશે, ફિલ્મોને ટક્કર આપે એવી કહાની

ગુજરાત સહિત દેશભરમાં અવાર નવાર પ્રેમ પ્રસંગના એવા અનોખા મામલાઓ સામે આવે છે કે જાણી બધા હેરાન રહી જાય છે. ઘણીવાર આવા પ્રેમ પ્રસંગના મામલાઓમાં કેટલાક સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક મહિલા ટીચર એક સગીર વિદ્યાર્થીના પ્રેમમાં એવી રીતે પાગલ થઇ ગઇ કે બંને ફરાર થઇ ગયા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ટીચરની ઉંમર 23 વર્ષ અને વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. ટ્યૂશન દરમિયાન બંને નજીક આવ્યા અને બંને વચ્ચે પ્રેમનો પરવાન ચઢ્યો. જે બાદ ટીચરે એવું પગલુ ભર્યુ કે કોઇએ કલ્પના પણ ન કરી હોય. તે વિદ્યાર્થીને લઇને ફરાર થઇ ગઇ. ઉત્તરપ્રદેશના નોએડાના સેક્ટર 123માં સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેનાર એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમના 16 વર્ષના દીકરાને ટ્યૂશન ભણાવનાર 23 વર્ષિય મહિલાએ તેનું અપહરણ કરી લીધુ છે.

વિદ્યાર્થીના પિતાએ આ મામલે ટીચર સામે પોલિસ સ્ટેશનમાં અપહરણનો કેસ દાખલ કરાવ્યો છે. પોલિસ સ્ટેશન પ્રભઆરીએ આ મામલે કહ્યુ કે, ઉન્નતિ વિહારનો આ મામલો છે. 16 વર્ષિય વિદ્યાર્થી કોલોનીમાં રહેનાર 23 વર્ષિય ટીચર સાથે ટ્યૂશન ભણવા જતો હતો. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે ટીચર તેમના દીકરાનું અપહરણ કરીને ફરાર થઇ ગઇ છે.

તેમણે કહ્યુ કે, તપાસમાં ટીચર તેના જ વિદ્યાર્થીને પસંદ કરવા લાગી હતી. કેસ દાખલ થયા બાદ વિદ્યાર્થીનો શોધવા બે ટીમો ગઠિત કરવામાં આવી છે. આ પ્રકારનો મામલો સામે આવ્યા બાદ બધી બાજુ તેની તેજ ચર્ચા થઇ રહી છે.

Shah Jina