કેવી રીતે ડોક્ટર ઉપર કેસ કરીને આ છોકરીને મળી ગયા કરોડો રૂપિયા ? સમગ્ર મામલો જાણીને તમે પણ કહેશો કે બરાબર થયું આ ડોક્ટર સાથે

દરેક સ્ત્રી માટે માતા બનવું ખુબ જ ખાસ વાત માનવામાં આવે છે, સ્ત્રીને પ્રસુતિ કરાવવામાં ડોક્ટરનો ખુબ જ મોટો હાથ હોય છે. બાળકના જન્મ બાદ માતા ડોક્ટરને આશીર્વાદ પણ આપતી હોય છે, પરંતુ હાલ એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે, જેમાં જે ડોકટરે એક માતાની ડિલિવરી કરાવી હતી, તે ડોક્ટર ઉપર જ દીકરીએ કેસ કેરી દીધો છે અને વળતર રૂપે તેને કરોડો રૂપિયા મળ્યા છે.

આ મામલો સામે આવ્યો છે બ્રિટનમાંથી. જ્યાં 20 વર્ષની એક દિવ્યાંગ છોકરીએ તેની માતાના ડોક્ટર ઉપર કેસ કરીને કરોડોનું વળતર મેળવ્યું છે. એવી ટુમ્બ્સ નામની છોકરીએ ડોક્ટર ઉપર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેમની લાપરવાહીના કારણે તે દિવ્યાંગ જન્મી છે. હવે આ મામલો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મામલો વાયરલ થયા બાદ યુઝર્સ તેને પૂછી રહ્યા છે કે આખરે તે શું ઇચ્છતી હતી. તેનો જવાબ આપતા એવી ટુમ્બ્સ દ્વારા આ વાતનો જવાબ આપતા જણાવવામાં આવ્યું છે કે તેનો જન્મ વર્ષ 2001માં લિપોમાઈલોમેનિંગોસેલની સાથે થયો. આ એક પ્રકારની વિકલાંગતા છે. જેને મેડિકલ સાયન્સની ભાષામાં સ્પાઇના બીફીડાના નામથી ઓળખવામાં આવે છે. આ બીમારીના કારણે એવીએ ડોક્ટર ઉપર કેસ કરીને વળતર માંગ્યું હતું.

એવીએ જણાવ્યું કે, ડોક્ટર ફિલિપ મિશેલે તેના જન્મ પહેલા તેની માને યોગ્ય દવાઓની સલાહ નહોતી આપી જેના કારણે તે દિવ્યાંગ જન્મી. જો ડોક્ટર મિશેલે તેની માતાને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય દવા માટેની સલાહ આપી હોતી તો તે આજે સામાન્ય લોકોની જેમ જિંદગી જીવી રહી હોત.

તેને એમ પણ જણાવ્યું કે ડોકટરને ખબર હતી કે તે દિવ્યાંગ જન્મશે. જો તે ઇચ્છતા તો તેને જન્મતા જ રોકી શકતા હતા.પરંતુ તેમને આમ ના કર્યું. તેમને મને પેદા થતા રોકી દેવી જોઈતી હતી. એવીએ આજ કારણે ડોક્ટર મિશેલ પાસે વળતર રૂપે કરોડો રૂપિયા માંગ્યા !!

તેને આગળ એમ પણ જણાવ્યું કે ડિલિવરીના સમયે તેની મા 30 વર્ષની હતી. તે સમયે ડોકટરે પહેલા તો તેને ફોલિક એસિડ લેવાની સલાહ આપી. પરંતુ બાદમાં એ કહીને દવા લેવાની ના પાડી દીધી કે જો સારું ડાયટ લઇ રહ્યા છો તો તેની જરૂરિયાત નથી.

લંડન હાઇકોર્ટમાં જસ્ટિસ રોઝાલિન્ડી કોએ ક્યૂસીએ મામલાની સુનાવણી કરતા એવીને સમર્થન કર્યું અને ડોક્ટરને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. સાથે જ તેમને કહ્યું કે ડોક્ટર એવીની માતાને યોગ્ય સલાહ આપતા તો તે આજે દિવ્યાંગ ના જન્મતી.

તમને જણાવી દઈએ કે એવી ભલે દિવ્યાંગ હોય, તે છતાં પણ તે ખુબ જ સારી ઘોડેસવાર છે. તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 24 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. તે તેના એકાઉન્ટ ઉપર ઘોડેસવારીના વીડિયો પણ શેર કરતી રહે છે. જેને લોકો પણ ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel