ખબર

ખુશખબરી: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનું 49,363 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ, જયારે ચાંદી 71,832 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયુ છે.

24 કેરેટ સોનાના ભાવ : દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામના 50,990 રૂપિયા, ચેન્નઈમાં 50,800 રૂપિયા, કોલાકાતામાં 50,980 રૂપિયા તેમજ મુંબઈમાં 47,910 રૂપિયા પર કારોબાર કરી રહ્યુ છે. નોંધનીય છે કે, મંગળવારે 5 મહિનાના ઊંચા સ્તર 1,916.40 ડોલર પર પહોંચ્યા બાદ સોનું 0.1 ટકાના ઘટાડા સાથે 1,898.58 ડોલર પ્રતિ ઔંસ પર હતું

વૈશ્વિક બજારોમાં સોનું 5 મહિનાના ઊંચા સ્તર પર આવી ગયુ કારણ કે ઉચ્ચ અમેરિકી બોન્ડ યીલ્ડ કીમતી ધાતુ પર તોલવામાં આવ્યુ. મજબૂત અમેરિકી આર્થિક આંકડાએ પણ સોનાની ચમક છીનવી લીધી.

ગ્લોબલ તેજીને કારણે ભારતમાં છેલ્લા બે મહિનામાં સોનાની કિંમતમાં લગભગ 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હજી પણ કિંમતી ધાતુ તેના છેલ્લા વર્ષના રેકોર્ડ હાઇ 56200 રૂપિયાથી લગભગ 7000 રૂપિયા નીચે છે.