અમદાવાદમાં 15 વર્ષના બાળકને કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડ આપતાં બાળક જ બાળકની આવી હાલત થઇ

આજે અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 15 વર્ષના બાળકને અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આવેલા ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં કર્મચારીએ કોવેક્સિનની જગ્યાએ 18 + ઉંમરના વાળા વ્યક્તિઓને આપવામાં આવતી કોવિશિલ્ડ વેક્સિન આપી દેતા તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ અંગે બાળકના પિતાએ વેક્સિન આપનાર કર્મચારી સામે પોલીસ મથકે અરજી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાસણા વિસ્તારમાં માધવ ફ્લેટમાં રહેતા જયદીપ સિંહ તેમના 15 વર્ષના દીકરાને વાસણા ખાતે આવેલ ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લેવા માટે લઈ ગયા હતા. પછી ત્યાં તેમના દીકરાને કોવેક્સિન આપવાને બદલે કોવિશિલ્ડનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો. જેથી બાળકને અર્બન હેલ્થ સેન્ટરમાં ચક્કર આવી ગયા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો.

બાળકના પિતાએ આ અંગે જણાવ્યું છે કે, વેક્સિન આપનાર કર્મચારીના હાથમાં હું કોવિશિલ્ડ વેક્સિન જોઈ ગયો હતો અને મેં ત્યાં કર્મચારીને ઇન્ફોર્મ પણ કર્યું હતું કે, બાળકને કોવેક્સિન આપેલી છે તો તમે તેને કોવિશિલ્ડ કેમ આપો છો.પરંતુ તેણે કબૂલ્યું ન હતું બાદમાં પોલીસને જાણ કરતા તેણે પોલીસની સામે કબૂલ્યું હતું કે, તેણે કોવિશિલ્ડ વેક્સિન આપી હતી.

YC