વેરાવળનાં આદ્રી ગામે કરૂણાંતિકા : 11 વર્ષની માસૂમ બાળકી પર પડ્યો સિમેન્ટનો બાકડો- મળ્યુ મોત

11 વર્ષની બાળકી ને દુનિયાનું મળ્યું સૌથી ભયાનક મોત, વ્હાલસોઈનું મોત થતાં પરિવારમાં માતમ, જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં વેરાવળનાં આદ્રી ગામે મહાકાળી માતાજીના મઢમાં પાઠ-પૂજન અર્થે એક પરિવાર આવ્યો હતો જે મૂળ આદ્રી ગામનો છે પણ હાલ વાવડી ગામે રહે છે. આ પરિવારની 11 વર્ષની દિકરી મંદિરની બહાર બેસવા માટે ગોઠવેલા સિમેન્ટના બાકડા પર બાળકો સાથે બેઠી હતી અને ત્યારે જ અચાનક બાકડો પડતા તેને ગંભીર ઈજા પહોંચી અને તે બાદ તાત્કાલિક તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી પણ બાળકીને મૃત ઘોષિત કરાઈ હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આદ્રી ગામે આવેલ મહાકાળી માતાજીના મઠમાં પાઠ -પૂંજન અર્થે આવેલા મૂળ આદ્રી ગામના અને હાલ વાવડી ગામે રહેતા સરમણભાઈ હાજાભાઈ જોટવા પોતાની દીકરીઓ સાથે મહાકાળી માતાજીના મંદિરે આવ્યા હતા. ત્યારે 11 વર્ષની દીકરી પલ્લવી બાળકો સાથે મંદિરની બહાર બેસવા માટે ગોઠવવામાં આવેલ સિમેન્ટના બાકડા પર બેઠી હતી અને ત્યારે જ અચાનક બાકડો માથે પડતા ગંભીર ઇજા પહોંચી.

જો કે આ પછી તેને તાત્કાલિક વેરાવળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે તેના કાન અને નાકમાંથી સતત લોહી પણ વહી રહ્યું હતું. પરંતુ હોસ્પિટલ લઇ જતા તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત ઘોષિત કરી હતી. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકોમાં શોકનો માહોલ છે. જણાવી દઇએ કે, મહાકાળી માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને રોજ સેંકડો લોકો દર્શનાર્થે આવે છે. જો કે આજ સુધી આવો કોઈ આઘાતજનક બનાવ બન્યો નથી.

Shah Jina