જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાય, કર્મ અને અનુશાસનનું પ્રતીક માનવામાં આવે છે. આગામી 11 ડિસેમ્બરે શનિદેવ મીન રાશિમાં માર્ગી (સીધી ચાલ) થવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 27 જુલાઈએ શનિ આ જ રાશિમાં વક્રી થયા હતા.
જ્યોતિષીય ગણતરી મુજબ, શનિની આ સીધી ચાલ આગામી એક મહિનામાં ૩ ભાગ્યશાળી રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. આ પરિવર્તનને કારણે મેષ, વૃષભ અને મકર રાશિના જાતકોની કારકિર્દી અને આર્થિક સ્થિતિમાં અભૂતપૂર્વ સકારાત્મક બદલાવ જોવા મળશે.

1. મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું રાહત અને સફળતાના નવા દ્વાર ખોલશે.
કારકિર્દી: જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તો હવે મનપસંદ નવી તકો મળી શકે છે. નોકરીમાં આવતી અડચણો દૂર થશે અને ઉપરી અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.
વેપાર અને નાણાકીય સ્થિતિ: બિઝનેસમેન માટે જૂના સંપર્કો ફાયદાકારક સાબિત થશે અને અટવાયેલા નાણાં પાછા મળવાની પૂરી સંભાવના છે. જો કે, આર્થિક નિર્ણયો લેતી વખતે ઉતાવળ ટાળવી અને યોગ્ય વિચારણા કરીને જ રોકાણ કરવું.
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શનિની સીધી ચાલ આવકના નવા સ્ત્રોત ઊભા કરશે.
પ્રમોશન અને પદધારી: જે કર્મચારીઓ લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા હતા, તેમને બઢતી (Promotion) અને સેલરી હાઇકના શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સંભાળવાની તક મળશે.
ધંધાકીય પ્રગતિ: વેપારી વર્ગ માટે નવું વિસ્તરણ કરવા અને નવા ગ્રાહકો સાથે જોડાઈને પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખર્ચ પર કાબૂ રાખીને યોગ્ય બજેટ પ્લાનિંગ કરવું હિતાવહ રહેશે.
3. મકર રાશિ
મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે, તેથી આ રાશિના જાતકો પર શનિ પરિવર્તનની સૌથી વિશેષ અને સકારાત્મક અસરો જોવા મળશે.
નોકરીમાં સફળતા: લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા મકર રાશિના જાતકોની મુરાદ હવે પૂરી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારું માન-સન્માન વધશે.
કારોબારમાં વેગ: ધંધામાં આવતી રુકાવટો હવે આપોઆપ દૂર થવા લાગશે. નવા ભાગીદારો અથવા નવા પ્રોજેક્ટ્સ દ્વારા આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. જો કે, ધનલાભની સાથે આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)