95% નહિ લાવી શકું, સોરી મમ્મી-પપ્પા…ધોરણ 10ની વિદ્યાર્થીનીએ લગાવી ફાંસી, પિતા સરકારી ટીચર

નહિ લાવી શકું 95%…વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા : સુસાઇડ નોટમાં લખ્યુ- સોરી આને લીધે હેરાન…..

છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા ગુજરાત સહિત દેશભરમાંથી વધુ સામે આવી રહ્યા છે. કોઇ વિદ્યાર્થી પરીક્ષાના તણાવમાં તો કોઇ સ્કૂલમાં હેરાનગતિને કારણે તો કોઇ  અન્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાન બોર્ડ પરીક્ષા 16 માર્ચથી રાજસ્થાનમાં શરૂ થવાની છે.ત્યારે પરીક્ષા પહેલા જ હાલમાં અભ્યાસના દબાણમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

વિદ્યાર્થીનીએ તેના ઘરે જ ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધુ. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ગુરુવારના રોજ આ મામલો દૌસા જિલ્લાના લાલસોટ ટાઉનની નવી વસાહતમાંથી સામે આવ્યો. વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું કે તે 95 ટકાથી વધુ નહિ લાવી શકે અને તે પરેશાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 16 માર્ચે ખુશબૂની ધોરણ 10 બોર્ડની પહેલી પરીક્ષા હતી. એવામાં તે ઘરે રહી અભ્યાસ કરી રહી હતી. ઘટના દરમિયાન ઘરમાં તેનો નાનો ભાઇ હતી, જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ખુશબૂની માતા ગુરુવારે સવારે 11 વાગ્યે નાના ભાઈની શાળા ફી જમા કરવા ગઈ હતી. આ દરમિયાન જ ખુશબુએ ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો.

જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે પુત્રીને લટકતી જોઈને તેના તો હોંશ જ ઉડી ગયા.ખુશબુ મીનાના પિતા જાલોર જિલ્લાની એક શાળામાં સરકારી શિક્ષક તરીકે કાર્યરત છે. પુત્રીની આત્મહત્યાના સમાચાર સાંભળીને તેઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. ખુશબુએ સુસાઇડ નોટમાં અભ્યાસના દબાણને કારણે આત્મહત્યા કરવાનું કહ્યુ છે. પુત્રીના આ પગલા પછી પરિવાર આઘાતમાં છે.

Shah Jina