ખબર

વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ધડાકો જુલાઈના અંત સુધીમાં હશે 10 લાખ કેસ? વાંચો અહેવાલ

દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 275,413 પર પહોંચી ગઈ છે. પરંતુ હાલમાં કોરોનાને કારણે વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે.

Image Source

જે રીતે કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધે છે. તે રીતે જોતા લાગી રહ્યું છે કે, 31મી જુલાઇ સુધીમાં એટલે કે દોઢ મહિના પછી દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે.

દિલ્હીમાં આ આંકડો અન્ય રાજ્યો કરતા સૌથી વધુ 5.5 લાખને પાર કરી શકે છે. અન્ય એક મોટો દાવો એ પણ કર્યો છે કે દિલ્હીમાં હવે કોરોનાનું કોમ્યૂનિટી ટ્રાંસમિશન શરૂ થઇ ગયું છે. ખુદ એઇમ્સના ડાયરેક્ટરને શંકા છે કે ભારતમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન શરૂ થઇ ગયું છે.

Image Source

વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર, ભારતમાં જુલાઇના અંત સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 8થી 10 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે પુરા દેશની સ્થિતિ જોતા જણાઇ રહ્યંુ છે કે હાલ દિલ્હી, મુંબઇ, ઇંદોર અને અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ કેસો છે. હાલ પુરા દેશમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન નથી પણ દિલ્હી અને મુંબઇમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશનની શંકા છે જેને કારણે જ આ શહેરોમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે.

Image Source

દેશમાં કોરોનાના કેસો આગામી મહિનામાં ઘટશે નહીં પણ વધી શકે છે. જોકે તેની અસર સિમિત શહેરોમાં વધુ જોવા મળશે કે જ્યાં હાલ પહેલાથી જ કેસોની સંખ્યા વધુ છે. આ અનુમાન અમદાવાદ જેવા શહેર માટે પણ ચેતવણી સમાન છે કે જ્યાં ગુજરાતમાં સૌથી વધુ કેસો છે.

Image source

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ કહ્યું હતું કે જુલાઇના અંત સુધીમાં કદાચ દિલ્હીમાં ૫.૫ લાખ કેસો હોઇ શકે છે. જોકે કોમ્યૂનિટી ટ્રાંસમિશનના વૈજ્ઞાાનિકોના દાવાને મનિષ સિસોદિયાએ નકાર્યા હતા અને કહ્યું હતું કે હાલ દિલ્હીમાં એ સ્થિતિનું નિર્માણ નથી થયું. વૈજ્ઞાાનિકોએ માત્ર દિલ્હી જ નહીં દેશમાં પણ સ્થિતિ વધુ કફોડી બને તેવી ચેતવણી આપી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.